ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર સંચાલિત હાપા માર્કેટ યાર્ડમાં આજરોજ લાલ સુકા મરચાંની આવક થઇ હતી.
સીઝનના સૌ પ્રથમ લાલ સુકા મરચાંની આવક તથા ખેડૂતોમાં પૂરતા ભાવને કારણે ખુશી જોવા મળી હતી. આજે 25 ભારી મરચાંની આવક થઇ હતી. જેમાં એક મણના રૂા. 5700 જેટલો ઉચો ભાવ હરાજીમાં ખેડુતોને મળ્યો હોવાનું યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું.