દેશના પ્રથમ વ્યક્તિને આજે સ્પૂતનીક-V નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી ભારત પાસે કોવિશિલ્ડ અને કોવેક્સીન એમ બે વેક્સીન હતી. ત્યારે અગામી સપ્તાહથી દેશના વિવિધ રાજ્યોમાં સ્પૂતનીક-v રસી પણ ઉપલબ્ધ થશે. આજે રોજ પ્રથમ વ્યક્તિને રશિયાની આ વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે.
દેશમાં સ્પૂતનીક-V નો પ્રથમ ડોઝ દિપક સપરાને આપવામાં આવ્યો છે. દીપક સપરા ડૉ. રેડ્ડી લેબ્સમાં કસ્ટમ ફાર્મા સર્વિસીસના ગ્લોબલ હેડ છે. જેને હૈદરાબાદમાં વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ અંગે સ્પૂતનનીક-V એ પણ ટ્વીટ કર્યું છે.
રશિયાની આ વેક્સિનનું ઉત્પાદન જુલાઈથી ભારતમાં પણ થશે. આ વર્ષના અંત સુધીમાં દેશમાં 8.5 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે તેવી સંભાવનાઓ છે. ડૉ.રેડ્ડી લેબ્સે સિમિત પાયલોટ આધારે કોવિડ વેક્સીન સ્પૂતનિક વીનું સોફ્ટ લોંચિંગ કરવામાં આવ્યું છે અને વેક્સીનનો પહેલો ડોઝ હૈદ્વાબાદમાં આપવામાં આવ્યો છે. સ્પૂતનિક વી વેક્સીનના ઇમ્પોર્ટેડ ડોઝની પ્રથમ ખેપ 1 મેના રોજ ભારત પહોંચી હતી. કંપનીએ જણાવ્યું કે સેંટ્રલ ડ્રગ લેબોરેટરી દ્વારા 13 મે ના રોજ નિયામકીય મંજૂરી આપવામાં આવી હતી. કંપનીએ જણાવ્યું હતું કે સ્પૂતનિક-વી વેક્સીનના એક ડોઝની કિંમત ભારતમાં 948 રૂપિયા નક્કી કરવામાં આવી છે, તેના પર 5 ટકા જીએસટી ચૂકવવો પડશે.