Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરલોહાણા સમાજના સમુહ ભોજનની તૈયારીને આખરી ઓપ

લોહાણા સમાજના સમુહ ભોજનની તૈયારીને આખરી ઓપ

- Advertisement -

ગઇકાલે ભગવાન શ્રી રામચન્દ્રજીના પ્રાગટય મહોત્સવની જામનગર સહિત હાલાર પંથકમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજરોજ જામનગરમાં શ્રી રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતિ દ્વારા હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) પરિવારના સહયોગથી સમસ્ત રઘુવંશી સમાજનું રામનવમીના પારણાં અંતર્ગત જ્ઞાતિ સમૂહભોજનનું ચિત્રકૂટ ધામ આણદાબાવા આશ્રમ લીમડાલાઈન ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ સમૂહ ભોજનને લઇ તૈયારીઓ ચાલી રહી છે. સમુહ ભોજનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજરોજ આણદાબાવા આશ્રમ ખાતે લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, મંત્રી રમેશભાઈ દત્તાણી, શ્રીરામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતિના ભરતભાઈ કાનાબાર, રાજુભાઈ મારફતિયા, મુકેશભાઇ દાસાણી, રાજેશભાઈ કોટેચા સહિતના હોદ્ેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહી સમુહ ભોજનની તૈયારીનું નિરિક્ષણ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular