Friday, December 6, 2024
Homeરાષ્ટ્રીયઆ ખેડૂતે દૂધ વહેચવા ખરીદ્યું 30 કરોડનું હેલીકોપ્ટર, જોવા માટે લોકોની ભીડ...

આ ખેડૂતે દૂધ વહેચવા ખરીદ્યું 30 કરોડનું હેલીકોપ્ટર, જોવા માટે લોકોની ભીડ ઉમટી

- Advertisement -

મહારાષ્ટ્રના ભિવંડીમાં રહેતા એક દુધના વ્યવસાયી જનાર્દન ભોઈરે પોતાના વ્યવસાયઅર્થે દેશના જુદાં જુદાં ભાગોમાં જવું પડે છે અને તે માટે તેણે સમયની બચત કરવા માટે 30 કરોડ રૂપિયા ખર્ચીને હેલિકોપ્ટર ખરીદ્યું છે. રવિવારે ટ્રાયલ માટે આ હેલિકોપ્ટરને લાવવામાં આવ્યું ત્યારે લોકોની ભીડ ઉમટી પડી હતી.

- Advertisement -

મહારાષ્ટ્રના ભિવંડીમાં રહેતા ખેડૂત અને વેપારી જનાર્દન ભોઈરે વેપારના ઉદ્દેશથી દેશમાં આવવા જવા માટે એક હેલિકોપ્ટર ખરીદ્યું છે.જનાર્દન ખેડૂત હોવાની સાથે સાથે બિલ્ડર પણ છે અને હાલમાં જ તેમણે ડેરીનો વેપાર પણ શરૂ કર્યો છે, એવામાં તેમને કામના મામલે દેશના અલગ અલગ ભાગમાં જવું પડતું હોય છે. જાનાર્દને કહ્યું કે, તેમણે પોતાનો ડેરી વેપાર અને ખેતીને જોવા માટે મોટેભાગે તેમને તેની જરૂરત અનુભવાતી હતી.

જનાર્દન ભોઈરે હેલિકોપ્ટરના રખરખાવ માટે સુરક્ષા દીવાલની સાથે 2.5 એકર જમીન પર એક હેલિપેડ બનાવ્યું છે. સાથે જ હેલિકોપ્ટર માટે ગેરેજ, એક પાયલટ રૂમ અને એક ટેક્નીશિયન રૂમ પણ બનાવ્યો છે. તેમણે કહ્યું કે, 15 માર્ચના રોજ તેણે હેલિકોપ્ટરની ડિલીવરી થવાની છે. આ ખેડૂત પાસે અનેક મોટા ગોડાઉન હોવાથી તેમાંથી સારી કમાણી થતી હોવાનું જણાવ્યું છે. ઘણીવાર ફ્લાઈટની સુવિધા નહી થવાના કારણે તેનો ઘણો સમય વેડફાતો હતો. તેણે પોતાના એક મિત્રની સલાહ અનુસરીને હેલિકોપ્ટર ખરીદ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular