Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઓસ્કારના મંચ ઉપર ફેમસ એક્ટરે એન્કરને લાફો મારી દીધો , વિડીઓ વાયરલ

ઓસ્કારના મંચ ઉપર ફેમસ એક્ટરે એન્કરને લાફો મારી દીધો , વિડીઓ વાયરલ

- Advertisement -

ઓસ્કાર 2022 માં, પ્રખ્યાત અભિનેતા વિલ સ્મિથે પ્રસ્તુતકર્તા ક્રિસ રોકને લાફો મારી દીધો છે. જે વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ, પ્રેઝન્ટર ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીના વાળ વિશે ટિપ્પણી કરી, જેના પર વિલ સ્મિથ ગુસ્સે થઈ ગયો. અને ક્રિસને લાફો મારી દીધો. જે વિડીઓ પણ સામે આવ્યો છે.

- Advertisement -

 

- Advertisement -

ફિલ્મ G.I.ને લઈને ક્રિસ રોકે વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથની જેન વિશે મજાક ઉડાવી હતી. તેણે સ્મિથની પત્ની જેડાના વાળ પર ટીપ્પણી કરી હતી. તેણે ટીપ્પણી કરતાં કહ્યું હતું કે G.I. Jane 2 ની રાહ જોઈ શકતી નથી. કારણ કે ફિલ્મમાં લીડ એક્ટ્રેસના રોલમાં તેના માથા પર ટાલ હતી. જ્યારે જેડાએ એલોપેસીયા નામની ટાલની બીમારીને કારણે તેને દૂર કરી છે. વિલને તેની પત્નીની મજાક ઉડાવવામાં આવે તે પસંદ ન હતું અને તેણે રનિંગ શોમાં ક્રિસને મુક્કો માર્યો હતો. બાદમાં વિલે ક્રિસને તેની પત્નીનું નામ બીજી વખત ન લેવા કહ્યું હતું અને થોડી વાર માટે સૌ કોઈ સ્તબ્ધ બની ગયા હતા.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular