આજે વહેલી સવારે અમદાવાદ જીલ્લાના ધોળકા નજીક માર્ગ અકસ્માતમાં 5લોકોના મૃત્યુ નીપજ્યા છે. ખંભાતનો પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન તેમની ઇકો કાર ટેન્કર સાથે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
ખંભાતનો પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો અને પરિક્રમા કરીને પરત ફરતા સમયે ધોળકાની વટામણ ચોકડી નજીક તેમની કાર ટેન્કર સાથે અથડાતા પડીકું વળી ગઈ હતી અને 5લોકોના મૃત્યુ નીપજ્યા હતા. અને 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને ખંભાતની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
અંતે ઉલ્લેખનીય છે અમદાવાદ જીલ્લાના નેશનલ હાઈવે નજીક અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. હજુ6 દિવસ પહેલાં જ લીંબડી નેશનલ હાઈવે પર જનસાળી પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક બાળકી સહીત ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા હતા.