Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાથી જેનું મૃત્યુ થયું છે તેના પરિવારજનોને મળશે રૂ.50હજારની સહાય

કોરોનાથી જેનું મૃત્યુ થયું છે તેના પરિવારજનોને મળશે રૂ.50હજારની સહાય

- Advertisement -

દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન લાખો લોકોના મૃત્યુ થયા છે. જેને લઇને કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં નિવેદન આપતા જણાવ્યું છે કે જે લોકોનું કોરોનાના પરિણામે મૃત્યુ થયું છે તે તમામના પરિવારજનોને રૂ.50 હજારની સહાય આપવામાં આવશે. આ રકમ રાજ્ય પોતાના ડિઝાસ્ટર રીલીફ ફંડથી પીડિતોના પરિજનોને આપશે. 

- Advertisement -

કેન્દ્ર સરકારે સુપ્રીમમાં સોગંદનામુ દાખલ કરીને આ જાણકારી આપી છે. કોરોનાના પરિણામે જે લોકોને મૃત્યુ થયા છે તેમના પરિજનોને વળતર ચુકવવાની માંગ લાંબા સમયથી થઇ રહી હતી. કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી એટલે કે NDRF સંસ્થાએ આજે સુપ્રીમ કોર્ટમાંસોગંદનામું દાખલ કરીને કોરોના સંબધિત મૃત્યુ પર વળતરની રકમ અને પ્રક્રિયા વિશે માહિતી આપી હતી.

અગાઉ સુપ્રીમમાં અરજી થઇ હતી કે કોવિડના લીધે જીવ ગુમાવનારના પરિવારજનોને અગાઉ 4-4લાખની સહાય આપવામાં આવે. કારણકે કુદરતી આફતને કારણે જેનું મૃત્યુ થાય તેને 4-4લાખનું વળતર આપવામાં આવે છે. પરંતુ હવે કોવિડના પરિણામે જે લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારજનોને 50હજારની સહાય આપવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular