Tuesday, December 24, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી વચ્ચે ફંડોની અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!

ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી વચ્ચે ફંડોની અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૨.૨૦૨૨ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૫૫૮.૩૩ સામે ૫૯૫૨૮.૧૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૬૫૩.૯૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૯૦૩.૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૭૦.૩૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૭૮૮.૦૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૯૫.૯૦ સામે ૧૭૭૮૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૫૦૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૪.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૮૮.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૫૦૭.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વિશ્વભરમાં ફુગાવા – મોંઘવારીની વિકરાળ બનતી જતી સમસ્યા અને એના પરિણામે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા આગામી મીટિંગમાં વ્યાજ દરમાં વધારો કરવામાં આવે એવી શકયતાની અટકળો અને યુક્રેન મામલે રશીયા અને અમેરિકા વચ્ચે ફરી યુદ્વના ભણકારાં સાથે વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ભારતીય શેરબજારમાં બજેટ બાદ સતત તેજીના અંતે આજે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર ૨૦૨૧ના અંતના ત્રીજા ત્રિમાસિકના પરિણામોની એકંદર સારી થવા છતાં બિઝનેસ એક્વિટીવિટી ધીમી પડયાની ચિંતા અને કેન્દ્રિય બજેટ બાદ સતત શેરોમાં સિલેક્ટિવ તેજી કર્યા સામે ફ્રન્ટલાઈન શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં અને આઇટી, ટેક, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ અને એનર્જી શેરોમાં ભારે વેચવાલીએ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

- Advertisement -

કોરોના – ઓમિક્રોનના સંક્રમણમાં દેશમાં મહાનગરો મુંબઈ, દિલ્હી સહિતમાં કેસોમાં ઝડપી ઘટાડા સામે પશ્ચિમ બંગાળ – કોલકતા, કેરળ, ગુજરાત સહિતના રાજયોમાં પરિસ્થિતિ વણસી રહી હોઈ અને વૈશ્વિક મોરચે પણ સંક્રમણ કૂદકે ને ભૂસકે વધી રહ્યો હોઈ આ જોખમી પરિબળ સાથે ક્રુડ ઓઈલના સતત વધતાં ભાવને લઈ ભારતમાં આર્થિક મોરચે મોટા પડકારના એંધાણે ફંડો, મહારથીઓએ આજે શેરોમાં ઈન્ડેક્સ બેઝડ વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક બજારોમાં સાવચેતી અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત વધીને વર્ષ ૨૦૧૪ બાદની ઊંચી સપાટીએ પહોંચી જતાં કેન્દ્રિય બજેટમાં અનેક રાહતો છતાં આગામી દિવસોમાં ફરી ફુગાવા – મોંઘવારીની સમસ્યા વકરવાની શકયતા અને રાજયોની આવી રહેલી ચૂંટણીઓની સાથે કોરોના – ઓમિક્રોનના પરિણામે વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસર પડી રહી શેરોમાં ફંડોએ આજે હેમરીંગ કર્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૫૩ અને વધનારની સંખ્યા ૧૭૦૪ રહી હતી, ૮૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૬૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, રિઝર્વ બેંક દ્વારા ધીમે ધીમે બજારમાંથી નાણાકીય પ્રવાહિતા ઘટાડવાનું શરૂ કર્યું છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા દેશના અર્થતંત્રમાં જંગી મૂડીરોકાણ માટે, ઉંચી નાણા ખાધ રાખી જંગી રકમ બજારમાંથી ઉપાડવાની બજેટ ૨૦૨૨-૨૩માં જાહેરાત કરી હોવાથી આગામી નાણાકીય વર્ષમાં વ્યાજના ડર વધશે એ નિશ્ચિત જણાઈ રહ્યું છે અને સરકારના ૧૦ વર્ષના બોન્ડના યીલ્ડ જુલાઈ ૨૦૧૯ પછીની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયા છે એ તેનો પ્રથમ સંકેત છે. કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૨૨-૨૩માં અંદાજીત રૂ.૧૧.૬૦ લાખ કરોડની રકમ ખર્ચ કરવા માટે બજારમાંથી ઉપાડશે. આ રકમ ૨૦૨૧-૨૨ના રૂ.૮.૭૫ લાખ કરોડ અને મહામારી પહેલા ૨૦૧૯-૨૦ના રૂ.૬.૨ લાખ કરોડથી પણ વધારે છે. બજારમાં આટલી મોટી માત્રમાં જયારે બોન્ડનો પુરવઠો આવે ત્યારે તેની ખરીદી કરનાર ચોક્કસ રીતે ઊંચું વ્યાજ માંગે તે સ્વાભાવિક છે એટલે બોન્ડના યીલ્ડ વધી રહ્યા છે.

ફેડરલ રિઝર્વ વ્યાજના દર વધારવાની શરૂઆત કરી રહ્યું છે અને મહામારીમાં આપેલી નાણા પ્રવાહિતા માર્ચ ૨૦૨૨ સુધીમાં પરત ખેચી લેવાનું છે. આ અસરથી અમેરિકામાં બોન્ડના યીલ્ડ વધશે અને ડોલરમાં ઊંચું વ્યાજ મળશે. વિશ્વમાં સૌથી સલામત ગણાતા ચલણ અને બોન્ડ બન્નેમાં વળતર વધે તો વૈશ્વિક નાણા પ્રવાહિતા ઉપર પણ અસર પડશે અને તેના કારણે ભારત જેવા દેશોમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણ ઉપર પણ અસર પડશે. રીવર્સ રેપો રેટ બજારમાં પુષ્કળ નાણા પ્રવાહિતા ઓછી કરવા માટે રિઝર્વ બેંકનો સંકેત હશે. અત્યારે બેંકો પોતાની પાસે ફાજલ નાણા રિઝર્વ બેંકમાં જમા કરાવે તો તેના ઉપર જે વ્યાજ મળે તેને રીવર્સ રેપો કહેવાય અને તે ૩.૩૫% છે. એક અંદાજ મુજબ એપ્રિલ મહિનાની મીટીંગમાં રિઝર્વ બેંક રેપો રેટ ૦.૨૫% વધારશે અને પછી તેમાં બીજા બે વધારા આવશે એટલે વર્તમાન રેપો રેટ જે ૪% છે તે વધીને ૪.૭૫% થઇ જશે.

તા.૦૪.૦૨.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૩.૦૨.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૫૦૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૧૭૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૫૭૩ પોઈન્ટ થી ૧૭૬૦૬ પોઈન્ટ ૧૭૬૩૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૩.૦૨.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૮૯૨૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૯૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૩૯૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૮૮૭૦ પોઈન્ટ થી ૩૮૮૦૮ પોઈન્ટ, ૩૮૬૭૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૯૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • લાર્સન & ટુબ્રો ( ૧૯૩૯ ) :- કન્સ્ટ્રકશન & ઈજનેરી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૫૩ થી રૂ.૧૯૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • મુથૂત ફાઈનાન્સ ( ૧૪૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૦૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૯૫ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • એસબીઆઈ લાઈફ ( ૧૧૮૨ ) :- રૂ.૧૧૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૧૩૭ ના બીજા સપોર્ટથી લાઈફ ઈન્સ્યોરન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૯૮ થી રૂ.૧૨૦૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૯૫૧ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૬૩ થી રૂ.૯૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૨૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૮૦૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૮૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૧૮ થી રૂ.૮૨૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૮૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમર્શિયલ વિહિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એચડીએફસી બેન્ક ( ૧૫૧૦ ) :- રૂ.૧૫૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૯૭ થી રૂ.૧૪૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • લુપિન લિમિટેડ ( ૮૯૭ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૧૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૮૫ થી રૂ.૮૭૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૩૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૬૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૫૭૬ ) :- રૂ.૫૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૦૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૬૫ થી રૂ.૫૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૧૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular