Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ડ્રાઈવરને ઝોકું આવ્યું અને વાછરડીનો ભોગ લીધો, લોકોમાં આક્રોશ

જામનગરમાં ડ્રાઈવરને ઝોકું આવ્યું અને વાછરડીનો ભોગ લીધો, લોકોમાં આક્રોશ

- Advertisement -

જામનગર શહેરના ભીડભંજન મહાદેવ મંદિરની સામે સાંજના સમયે એક છોટાહાથી ચાલકને ઝોંકુ આવી જતા વાછરડીને અડફેટે લીધી હતી. વાછરડીના મોતથી હિંદુસેનાના સૈનીકો ઘટના સ્થળે પહોચ્યા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ વાછરડીના માલિકે ચાલક વિરુધ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

જામનગર શહેરમાં આવેલ ભીડભંજન મહાદેવના મંદિરની સામે આજે સાંજે પુરઝડપે જઈ રહેલ એક છોટા હાથી જેના નં.જીજે-2-XX-2766ના ડ્રાઈવર મહમદ હુસેને વાછરડીને અડફેટે લેતા વાછરડીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અને સ્થળ પર હિંદુ સેનાના સૈનીકો તથા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અને આક્રોશ જોવા મળ્યો હતો. આ સાથે જ પુરઝડપે જઈ રહેલ વાહનચાલકો સામે કાર્યવાહી કરવા અને ડ્રાઈવરને બોધપાઠ ભણાવવાની માંગ ઉઠી હતી. સ્થાનિકોએ ડ્રાઈવરને પૂછ્યું તો તેને ઝોંકુ આવી ગયું હોવાથી વાછરડી અડફેટે આવી હોવાનું જણાવ્યું હતું. વાછરડીના માલિકને આ અંગે જાણ થતાં જ તેણે મહમદ હુસેન સામે પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular