ફરી આઇપીએલ પર કોરોનાનો ખતરો મંડરાવા લાગ્યો છે. દિલ્હી કેપટિલ્સના ફિઝીયો કોરોના પોઝિટીવ આવ્યા બાદ ફ્રેન્ચાઇઝી દ્વારા આખી ટીમને કવોરટાઇન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને પરિણામે ઋષભ પંતની કપ્તાની વાળી દિલ્હી કેપિટલની આખી ટીમ હોટલમાં કવોરન્ટાઇન થઇ છે. ટીમના તમામ ખેલાડીઓના એન્ટીજન બાદ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહયા છે. દરમ્યાન એન્ટીજન ટેસ્ટમાં એક ખેલાડી પણ પોઝિટીવ આવ્યો છે. જેને કારણે 20મીએ પુનામાં રમાનારો મેચ મોકુફ રાખવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. જો કે, આ અંગેનો નિર્ણય આરટીપીસીઆર ટેસ્ટના પરિણામો બાદ લેવામાં આવશે.