Monday, November 25, 2024
Homeરાજ્યજામનગરસમસ્ત જૈન સમાજ આવતીકાલે બાઈક રેલી દ્વારા આવેદનપત્ર પાઠવશે

સમસ્ત જૈન સમાજ આવતીકાલે બાઈક રેલી દ્વારા આવેદનપત્ર પાઠવશે

પાલીતાણામાં બનેલી ઘટનાના પડઘા જામનગરમાં : આવતીકાલે સમસ્ત જૈન સમાજ દ્વારા સ્કુટર રેલી યોજી આવેદનપત્ર : વેપાર-ધંધા અડધો દિવસ બંધ રખાશે

- Advertisement -

પાલીતાણામાં શત્રુંજય પર્વત ઉપર પ્રભુ આદિનાથ દાદાના ચરણપાદુકા રોહીશાળા મુકામે તોડફોડના બનાવના કારણે ગુજરાત સહિત સમગ્ર વિશ્વના જૈન સમૂદાયમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો છે અને દરેક જિલ્લામથકે આ ઘટનામાં જવાબદાર સામે કડક કાર્યવાહી અને ભવિષ્યમાં પણ આવા હિચકારા કૃત્ય ન થાય તે માટેની તકેદારી લેવા સરકારને અને તંત્રને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં આવતીકાલે જૈન સમાજ ધંધા-રોજગાર બપોર સુધી બંધ રાખી સ્કૂટર રેલી દ્વારા આવેદનપત્ર પાઠવશે.

- Advertisement -

હાલમાં જ ભાવનગરના પાલીતાણામાં શત્રુંજય પર્વત ઉપર પ્રભુ આદિનાથ દાદાના ચરણપાદુકા રોહીશાળા મુકામે આ સ્થળનું મહત્વ ધાર્મિક દ્રષ્ટિએ જૈન સમાજ માટે બહુ અગત્યનું છે અને આ સ્થળે ગીરીરાજ યાત્રા જૈન શ્રાવક-શ્રાવિકાઓ અને સાધુ-સંતો દ્વારા કરવામાં આવે છે. શત્રુંજય મહાતિર્થ પાલીતાણામાં આદિનાથ દાદાના ચરણપાદુકામાં તોડફોડના બનાવના પગલે જામનગર સહિત સમગ્ર વિશ્વના જૈન સમાજમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો છે અને આ ઘટનાને પગલે રાજ્યભરમાં જિલ્લા મથકોએ જૈન સમાજ દ્વારા આવેદનપત્રો પાઠવી ઉગ્ર રોષ વ્યકત કરી સરકારને કડક કાર્યવાહી માટે અપીલ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે આવતીકાલે શુક્રવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર પાઠવવા માટે જામનગર સમસ્ત જૈન સમાજની દરેક પેટા જ્ઞાતિઓના પ્રમુખો, દેરાસરના ટ્રસ્ટીઓ, ઉપાશ્રયના ટ્રસ્ટીઓ, જૈન સંસ્થાઓના હોદ્દેદારો, મહિલા મંડળો તથા શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી.

જામનગરમાં યોજાયેલી આ બેઠકમાં આવતીકાલે શુક્રવારે પાલીતાણામાં બનેલી ઘટના સંદર્ભે કલેકટર ડો. સૌરભ પારઘીને આવેદનપત્ર પાઠવવા માટે એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના સમસ્ત જૈન સમાજ બપોર સુધી પોતાના ધંધા રોજગાર બંધ પાડીને સ્કુટર રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવશે. આ સ્કૂટર રેલી શેઠજી દેરાસરથી ચાંદીબજાર, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક, હવાઈ ચોક, ભંગાર બજાર, ગોવાળ મસ્જિદ થઈ પંચેશ્વર ટાવર, નોબતથી બેડી ગેઈટ, ટાઉનહોલ, અંબર ટોકીઝ, જી. જી. હોસ્પિટલ, ડી.કે.વી., વિરલબાગ, જોગસ પાર્ક ખાતે બાઈક રેલી પૂર્ણ થશે અને ત્યારબાદ ત્યાંથી કલેકટર ડો. સૌરભ પારઘીને આવેદન પત્ર પાઠવવામાં આવશે તેમ જૈન શાસન સુરક્ષા યુવા સમિતિના પ્રમુખ નિલેશભાઈ કગથરા, સેક્રેટરી ભરતભાઈ વસાની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular