Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજી. જી. હોસ્પિટલના નિવૃત કર્મચારીને કાયમી હક્ક હિસ્સા અંગેનો ભેદભાવ થતાં હાઇકોર્ટ...

જી. જી. હોસ્પિટલના નિવૃત કર્મચારીને કાયમી હક્ક હિસ્સા અંગેનો ભેદભાવ થતાં હાઇકોર્ટ સમક્ષ ગુહાર લગાવી

- Advertisement -

જામનગર સ્થિત ઇરવીન હોસ્પીટલ (હાલ જીજી હોસ્પીટલ)માં ફરજ બજાવતાં સતિષ દુર્ગાશંકર ભટ્ટ સને-1986 થી તત્કાલીન ઈરવીન ગ્રુપ ઓફ હોસ્પીટલ માં ચોથા વર્ગના કર્મચારી તરીકે જોડાયા બાદ સને – 20રરમાં નિવૃત્ત થયા હતા. અલબત્ત વર્ષ 1986 થી તેઓની સળંગ નોકરી ગણીને વર્ષ – 2022 સુધીના નિવૃત્તિના લાભ આપવાને બદલે સરકાર દ્વારા તેઓને વર્ષ – 2005 થી સળંગ નોકરી ગણીનું તેઓને થયેલ અન્યાય બદલ સમગ્ર પ્રકરણને જામનગરના ધારાશાસ્ત્રી મહેશ એ તખ્તાણી મારફત ભારતના બંધારણની જોગવાઇઓ આગળ ધરીને ગુજરાત સરકારના જુદા – જુદા પરિપત્રોને આધારે ગુજરાતની વડી અદાલત સમક્ષ ગુહાર લગાવી છે.

- Advertisement -

જામનગરના સતીષ દુર્ગાશંકર ભટ્ટએ વર્ષ-1981થી જુલાઇ-1985ના ગાળામાં 29 દિવસના એકસ્ટેન્ડ ઓર્ડર્સ થી કુલ 387 દિવસની પટ્ટાવાળા તરીકે બજાવેલ ફરજ અંગેના તત્કાલીન મેડીકલ ઓફીસરના પ્રમાણપત્રને અવગણીને તેનો વર્ષ-1986 થી કાયમી કર્મચારી તરીકેના લાભ મેળવવા અને હક્કદાર હોવા છતાં તે રીતેના લાભ તેઓને અપાયેલ ન હોય, જે – તે વખતે અન્ય – 16 કર્મચારીઓને વર્ષ-1986 થી તમામ પ્રકારના લાભ આપવામાં આવેલ હોય, જે ધ્યાને લેતાં તેનો સાથે ભેદભાવયુક્ત નિતી રાખવામાં આવેલ હોવાનો આક્ષેપ પણ વડી અદાલત સમક્ષની યાચિકામાં કરવામાં આવેલ છે.

આ ખાસ યાચિકામાં સતિષભાઇએ ઉપસ્થિત કરેલ મુદ્દાઓ પૈકી સરકારએ હેલ્થ એન્ડ વેલફેર વિભાગ – ગાંધીનગરના વર્ષ-1991 ના પરિપત્રને અવગણેલ હોય, તેમજ બદલી કર્મચારી તરીકેની પોતાની ફરજોને નજર અંદાજ કરવામાં આવેલ હોય, સરકારે નક્કી કરેલ નિતી મુજબ તા. 01-04-1984 પહેલાં નિમણૂંક પામેલ કર્મચારી કે જેઓએ ફેબ્રુઆરી-1988 સુધીમાં 365 દિવસની ફરજો બજાવેલ હોય તેઓને રોજમદારના લીસ્ટમાં સમાવિષ્ટ કરી ચોથા વર્ગના કર્મચારી તરીકે નિમણૂંક આપવી જોેઈએ તેવું સ્પષ્ટ હોવા છતાં સતિષ ભટ્ટને તે રીતેની સરકારની નિતીમાંથી બાકાત રાખવાનું સરકારનું કૃત્ય ગેરકાયદેસરનું હોવાનો મુદ્દો પણ ઉપસ્થિત કરાયેલ છે.

- Advertisement -

સરકારના માર્ગ અને મકાન વિભાગના સરકારી ઠરાવ-પરિપત્ર તા. 17,10,1988 કે જે દોલતભાઈ પરમાર કમિટીના ઠરાવ તરીકે પ્રચલિત છે તે અંગેનો ઉલ્લેખ વડી અદાલત સમક્ષની પીટીશનમાં કરીને તેના આધારે વર્ષ-1986 ના બદલે વર્ષ-2005માં કાયમી કર્મચારી તરીકે અપાયેલ “સ્ટેટસ” ને અદાલત સમક્ષ પડકારી અન્ય જુદા-જુદા હકીકતલક્ષી અને કાનુની મુદ્રાઓ ઉપસ્થિત કરીને તેઓને વર્ષ-1986 થી વર્ષ 2022 સુધીની સળંગ કાયમી કર્મચારી તરીકેની નોકરી તરીકે ધ્યાને લઈ મળવાપાત્ર થતાં તમામ પ્રકારના પગાર – ઇજાફા તેમજ નિવૃતીના લાભ અપાવવા અંગે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર ક્લ્યાણ વિભાગના સેક્રેટરી, કમિશ્નર તથા જી. જી. હોસ્પીટલ, જામનગરના મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ સામે ખાસ યાચિકા ગુજરાત કાઇકોર્ટ સમક્ષ દાખલ કરી છે. આ કેસમાં અરજદાર સતિષ દુર્ગાશંકર ભટ્ટ વતી જામનગરના ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી તથા વૈભવ ગૌસ્વામી રોકાયેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular