Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ક્યાં વિસ્તારમાં વિજપોલમાં અંગારા ઉઠયા? - VIDEO

જામનગરમાં ક્યાં વિસ્તારમાં વિજપોલમાં અંગારા ઉઠયા? – VIDEO

- Advertisement -

જામનગર શહેરમાં બપોર બાદ આવેલા ભારે પવન સાથેના વરસાદી ઝાપટાથી અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતાં. તો બીજીતરફ વિજવાયરો પણ જમીન દોસ્ત થયા હતાં. આ ઘટનાઓ વચ્ચે જામનગર શહેરનાં વોર્ડ નં. 9માં આવેલ ચૌહાણફળી વિસ્તારમાં વિજપોલમાં અચાનક અંગારા ઉઠતાં રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાના પગલે આ વિસ્તારમાં કલાકો સુધી વિજ પુરવઠો ખોરવાયો હતો. વિજપોલમાં ભારે કડાકા-ભડાકાના પરિણામે અગ્નજવાળાઓ જોવા મળી હતી.

- Advertisement -

આ અંગે રહેવાસીઓ દ્વારા પીજીવીસીએલનો સંપર્ક કરવામાં આવતાં પીજીવીસીએલ કચેરીના અધિકારીઓ પણ જવાબ આપતા ન હોવાનું રહેવાસીઓમાં જાણવા મળ્યું હતું. એકતરફ ભારે પવન અને અંધારપટ્ટ વચ્ચે વિજપોલમાં આવા ભયંકર શોર્ટ-સર્કિટથી આ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. સદ્નસિબે કોઇ જાનહાની થઇ ન હતી. આજ રીતે શહેરના પટેલ કોલોની વિસ્તારમાં સ્વસ્તિક પાર્બલ નજીક પણ આવી જ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીં પણ વિજપોલના વાયરો જોઇન્ટ થઇ જતાં શોર્ટ-સર્કિટ થયા હતાં. આ અંગે તંત્રને જાણ કરાતાં કાર્યવાહી હાથ ધરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular