Sunday, December 29, 2024
Homeરાજ્યખંભાળિયામાં હાસ્યકાર જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત આઠમી સરકારી શાળાનું લોકાર્પણ કરાયું

ખંભાળિયામાં હાસ્યકાર જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત આઠમી સરકારી શાળાનું લોકાર્પણ કરાયું

પૂ. રમેશભાઈ ઓઝા, કેબીનેટ મંત્રી, શિક્ષણમંત્રી, યુનિવર્સિટીના ઉપકુલપતિ વિગેરેની ખાસ ઉપસ્થિતી : જમાઈએ સાસુના નામની સરકારી પ્રાથમિક શાળા બનાવી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે વિશ્વ વિખ્યાત હાસ્યકાર જગદીશ ત્રિવેદીએ પોતાના સાસુના નામની તદ્દન નવી સરકારી પ્રાથમિક શાળા બનાવીને આજરોજ સરકારને અર્પણ કરી છે.

- Advertisement -

આ પ્રસંગે ભાગવત કથાકાર પૂ. રમેશભાઈ ઓઝા, કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, શિક્ષણમંત્રી ડો. કુબેર ડીંડોર, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ગીરીશભાઈ ભીમાણી, તથા નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉપકુલપતિ ચેતનભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ શાળા જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત આઠમી સરકારી શાળા બની છે. જેનું માતુ ભાનુબહેન વસંતલાલ ભટ્ટ પ્રાથમિક શાળા એવું નામકરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ શાળાના લોકાર્પણ સાથે જગદીશ ત્રિવેદીના વ્યક્તિગત દાનની રકમ પાંચ કરોડને પાર કરી ગઈ છે. તેમના દ્વારા આરોગ્ય અને શિક્ષણ પાછળ કુલ અગિયાર કરોડ રૂપિયાનું દાન કરવાનો મનોરથ કરેલ છે અને એ માટે તેઓ છેલ્લે આશરે છ વર્ષથી પોતાના દેશ-પરદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક દાન કરી રહ્યા છે.

આ કાર્યક્રમમાં પદ્મ શાહબુદ્દીન રાઠોડ, જીતુભાઈ દ્વારકાવાળા, વસંત પરેશ બંધુ, ભજનીક પરસોત્તમપરી બાપુ, વિનુ ચાર્લી, મિલન ત્રિવેદી, ગુણવંત ચુડાસમા, તેજસ પટેલ, ચંદ્રેશ ગઢવી અને મનન રાવલ જેવા અનેક કલાકારો, લેખકો, કવિઓ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ અધિકારી એસ.જે. ડુમરાણીયા સાથે મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કલાકાર ડોક્ટર જગદીશ ત્રિવેદી અને આ સેવા પ્રવૃત્તિ પ્રેરણારૂપ બની રહી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular