View this post on Instagram

સોશિશયલ મીડિયાના આ યુગમાં અવાર-નવાર વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે ભારતના ફરવાલાયક સ્થળોની વાત હોય ત્યારે હીમાલયનું નામ મોખરે છે. ત્યારે ત્યાંના રસ્તાઓ પર જે કુશળતાથી ત્યાંના ડ્રાઈવરો જે ડ્રાઈવિંગ કરે છે તેનો એક દિલધડક વીડિયો સામે આવ્યો છે જે જોતા જ ખરેખર બસ ચાલકની કુશળતા પર ગર્વ અનુભવાય છે.
સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર tech.musafir નામના એકાઉન્ટ દ્વારાએક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં જોઇ શકાઇ છે કે એક બસ પહાડો વચ્ચે મુસાફરોને લઇ જતી હોય છે. અહીં ડ્રાઇવર પોતાની પ્રતિભાથી બસને એક આંધળા વળાંકમાંથી પસાર કરે છે. જે ખૂબ જ ખતરનાક છે. એક તરફ ખીણ છે તો વળી નીચે નદી વહે છે. એકંદરે આ દ્રશ્ય જોઇને સમજી શકાય છે કે લોકો પર્વતો પર ડ્રાઈવરની કુશળતા આશ્ચર્યચકિત કરી દે છે.
આ વાયરલ વીડિયો હિમાચલ પ્રદેશના પહાડી રસ્તાનો છે જ્યાં ખરેખર ફકત પર્વતીય વાહન ચાલકો જ આ રીતે વાહન ચલાવવાની હિંમત કરી શકે છે. લોકોએ આ વીડિયોને ખૂબ પસંદ કર્યો છે અને સરકારી બસના આ ડ્રાઈવરની કુશળતાને વખાણી રહ્યા છે.