જામનગર તાલુકાના ચેલા ગામ નજીક પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી છકડો રીક્ષા આડે કૂતરુ ઉતરતા ચાલકે કાબુ ગુમાવતા રીક્ષા ડીવાઈડર સાથે અથડાતા યુવકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જામજોધપુર તાલુકાના વસંતપરના વાડી વિસ્તારમાં યુવાનને ચકકર આવતા પડી જવાથી ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતાં જયરાજસિંહ મુકેશસિંહ ચૌહાણ (ઉ.વ.23) નામનો યુવક મંગળવારે રાત્રિના સમયે તેના જીજે-10-ટીવી-8305 નંબરની છકડો રીક્ષા લઇને ચેલા ગામ તરફ જતો હતો ત્યારે ચેલા નજીક પેટ્રોલ પંપ પાસે પહોંચ્યો ત્યારે અંધારામાં છકડા રીક્ષા આડે કૂતરુ ઉતરતા બચાવવા જતાં બે્રક મારતા કાબુ ગુમાવી દીધો હતો અને રીક્ષા ડીવાઈડર સાથે અથડાતા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઘવાયેલા ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે દિવ્યરાજસિંહ દેદા દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુર ગામમાં પટેલ ક્ધયા છાત્રાલય સામે રામવાડી શેરી નં.3 માં રહેતા ખેતી તથા પાનની કેબિન ધરાવતા ગીરીશ બાવનજીભાઈ સંતોકી (ઉ.વ.40) નામના યુવાન બુધવારે સવારના સમયે વસંતપુર ગામના પાટીયા પાસેના વાડી વિસ્તારમાં તેના ખેતરે હતો ત્યારે અચાનક ચકકર આવતા પડી જવાથી કપાળમાં અને નેણના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની સુભાષભાઇ કણસાગરા દ્વારા જાણ કરાતા હેકો એ.બી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ચેલા નજીક કૂતરુ આડુ ઉતરતા છકડો થાંભલા સાથે અથડાતા ચાલકનું મોત
મંગળવારે રાત્રિના સમયે કાબુ ગુમાવ્યો : શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી : જામજોધપુરના યુવાનનું પડી જતાં ઇજા પહોંચવાથી મોત