જામનગર તાલુકાના નાની બાણુંગાર ગામના પાટીયા પાસેથી પસાર થતી આઈ-20 કારને આંતરીને સ્થાનિક પોલીસે તલાસી લેતા તેમાંથી રૂા.1.73 લાખની કિંમતની 347 બોટલ દારૂ મળી આવતા પોલીસે પાંચ લાખની કાર અને દારૂ સહિત કુલ રૂા.6.76 લાખના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લઇ ચાર શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નાની બાણુંગાર ગામના પાટીયા પાસેથી દારૂના જથ્થા સાથે કાર પસાર થવાની મળેલી બાતમીના આધારે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પસાર થતી બાતમી મુજબની જીજે-01-આરજે-2892 નંબરની સિલ્વર કરની આઈ-20 કાર પસાર થતાં પોલીસે આંતરીને તલાસી લેતા કારમાંથી રૂા.1,73,500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 347 બોટલ મળી આવતા પોલીસે પાંચ લાખની કિંમતની કાર અને રૂા.3000 ની કિંમતનો એક મોબાઇલ સહિત રૂા.6,76,500 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી હિમત ઉર્ફે હાર્દિક સુરેશ જોઇસર નામના શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા દારૂના જથ્થામાં રાપર ગામના ભીમરાજ અને પાર્થ ઉર્ફે જાંબલી કટારિયા મો.90997 15741 તથા જામનગરના મો.81558 18512 નંબર ધારકની સંડોવણી ખુલ્લી હતી. જેથી પોલીસે ચાર શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
નાની બાણુંગાર નજીકથી દારૂના જથ્થા સાથે કારચાલક ઝડપાયો
પંચ એ પોલીસ સ્ટાફે 347 બોટલ દારૂ અને પાંચ લાખની કાર કબ્જે કરી : ત્રણ શખ્સોની સંડોવણી ખુલતા શોધખોળ : ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ