Sunday, December 22, 2024
Homeરાજ્યકાલાવડ પાસે પુલ પરથી છકડો રીક્ષા નીચે ઉતરી જતા ચાલકનું મોત

કાલાવડ પાસે પુલ પરથી છકડો રીક્ષા નીચે ઉતરી જતા ચાલકનું મોત

ધુડશિયાથી પરત આવતા સમયે સોમવારે રાત્રિના અકસ્માત: ઘવાયેલા ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

ધુડશિયાથી કાલાવડ પરત ફરી રહેલા છકડો રીક્ષા ચાલકે કાબુ ગુમાવતા કાલાવડ નજીક રીક્ષા પૂલ પરથી નીચે ઉતરી જતાં અકસ્માતમાં રીક્ષાચાલક પ્રૌઢનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાં કુંભનાથપરા વિસ્તારમાં સરકારી હોસ્પિટલ પાછળ રહેતાં અબ્દુલભાઈ નુરમામદભાઈ પરમાર (ઉ.વ.50) નામના રીક્ષાચાલક સોમવારે રાત્રિના સમયે તેની જીજે-10-ડબલ્યુ-8342 નંબરની છકડો રીક્ષામાં ધુડશિયા ગામે ફેરો નાખી ત્યાંથી કાલાવડ પરત આવતા હતાં ત્યારે કાલાવડ નજીક જે.પી.એસ.સ્કુલની સામેના પુલ પહોંચ્યા ત્યારે ચાલકે કાબુ ગુમાવી દેતા છકડો પુલથી નીચે ઉતરી જતા અકસ્માત થયો હતો આ અકસ્માતમાં છકડાચાલક અબ્દુલભાઈ પરમાર નામના પ્રૌઢને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની નિઝામુદીન પરમાર દ્વારા જાણ કરાતા પીઆઈ યુ.એચ.વસાવા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular