ઘણી વખત એવી ઘટનાનો સામે આવતી હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. નડીયાદ માંથી આવી જ એક ઘટના સામે આવી છે. કોઈ અજાણી મહિલાએ નવજાત બાળકને હિન્દુ અનાથ આશ્રમ નજીક તરછોડી દીધું હતું. બાદમાં ત્યાં એક શ્વાનની નજર જતા તે બાળકી પાસે આવ્યું અને બાળકીને વસ્ત્ર સાથે મુખમાં ઉપાડી નજીકના ગેરેજમાં લઇ ગયું. અને ત્યાં તેની પાસે આખી રાત બેસી રહ્યું. અને ગેરેજના માલિકે108નો સમ્પર્ક કર્યો હતો અને બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
સૌજન્ય : DD News Gujarati
➡️#Nadiyad ના હિન્દુ અનાથ આશ્રમ નજીક મોડી રાતે અજાણી મહિલા નવજાતને તરછોડીને જતી રહી
➡️શ્વાનએ બાળકીને વસ્ત્ર સાથે મુખમાં લઈને નજીકના ગેરેજ પર મુકી તેની નજીક આખી રાત બેસી રહ્યું
➡️ગેરેજના માલિકે 108નો સંપર્ક કરી તેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડી pic.twitter.com/3H5xIJol0e— DD News Gujarati (@DDNewsGujarati) April 9, 2022