Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લાના પોલીસ તંત્રમાં લાંબા સમય બાદ સામૂહિક બદલીઓનો ગંજીપો ચીંપતા જિલ્લા...

દ્વારકા જિલ્લાના પોલીસ તંત્રમાં લાંબા સમય બાદ સામૂહિક બદલીઓનો ગંજીપો ચીંપતા જિલ્લા પોલીસ વડા

દ્વારકા તથા બેટ દ્વારકામાં સુરક્ષા વ્યવસ્થા માટે વધુ ભાર અપાયો

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત એસ.પી. નિતેશ પાંડેય દ્વારા જિલ્લાના તમામ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના સામૂહિક ઓર્ડરો કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ પી.આઈ., સોળ પી.એસ.આઈ. તથા એકસો એ.એસ. આઈ., હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની બદલીના હુકમો થયા છે.
જેમાં જિલ્લામાં પી.આઈ. તરીકે ફરજ બજાવતા પી.એ. પરમાર તથા કે.બી. યાજ્ઞિકને દ્વારકા મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં, ડી.એમ. ઝાલાને દ્વારકા પોલીસ મથકમાં, ટી.સી. પટેલને ખંભાળિયા સી.પી.આઈ. તથા આર.બી. સોલંકીને દ્વારકા સી.પી.આઈ. તરીકે મૂકવામાં આવ્યા છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના પોલીસ મથકમાં એન.એચ. જોશી, આઈ.આઈ. નોઈડા અને વી.બી. પીઠીયાને પી.એસ.આઈ. તરીકેની અને વી.એન. સિંગરખીયાને ડી. સ્ટાફ પી.એસ.આઈ.ની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે પી.એસ.આઈ. જી.કે. પ્રજાપતિને દ્વારકાધીશ મંદિર સુરક્ષામાં મૂકવામાં આવ્યા છે.
જિલ્લા પોલીસ વડા દ્વારા મહત્વના એવા એલસીબી તથા એસઓજી વિભાગમાં ખાસ કોઈ ફેરબદલ કરવામાં આવી નથી. આટલું જ નહીં ખંભાળિયા સહિતના પોલીસ મથકના પી.આઈ., પી.એસ.આઈ.ની વધુ ફેર બદલ ન કરતાં જિલ્લામાં નવા મૂકવામાં આવેલા અધિકારીઓ તથા લીવ રિઝર્વમાં રહેલા પોલીસ અધિકારીઓને પણ જરૂરિયાત મુજબના પોલીસ મથકમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે મહત્વના એવા યાત્રાધામ દ્વારકા તથા બેટ દ્વારકામાં મજબૂત વ્યવસ્થા માટે વધુ પોલીસ સ્ટાફ તથા અધિકારીઓ ફાળવવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular