જામનગર શહેરમાં કડીયાવાડ વિસ્તારમાં આવેલ સટ્ટાબજાર નજીક જુની મનમોહન માર્કેટનો રવેશ જર્જરીત તૂટી પડતાં એક વ્યક્તિને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર સાથે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ કડીયાવાડ, ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં સટ્ટાબજાર પાસે આવેલ જુની મનમોહન માર્કેટ હાલમાં લાંબાસમયથી જર્જરીત હાલતમાં હોય, આ દરમિયાન આજરોજ સવારના ભાગે આ બિલ્ડીંગનો રવેશનો જર્જરીત ભાગ તૂટીને પડયો હતો. જેમાં બિલ્ડીંગની નીચે ખાઉધરી ગલીમાં રહેલી નાસ્તાની બે લારીઓનો ભુક્કો બોલી ગયો હતો. આ જર્જરીત ભાગ પડતાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલ્કિ ધોરણે 108 મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં.