Tuesday, September 17, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યમાં ટીઆરબી જવાનોને છૂટા કરવાનો નિર્ણય પરત

રાજ્યમાં ટીઆરબી જવાનોને છૂટા કરવાનો નિર્ણય પરત

- Advertisement -

અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા છ હજાર ઉપરાંત, જેટલા ટીઆરબી જવાનોને ફરજ પરથી છુટા કરાવાનો નિર્ણય મોકુફ રાખ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં ટિઆરબી જવાનોએ કલેક્ટરને આવેદન આપીને ડીજીપી તેમજ ગૃહ વિભાગ સામે આંદોલનના મંડાણ કર્યા છે. એવામાં હવે સુત્રો પરથી મળતી માહિતી અનુસાર સરકાર તેમના નિર્ણયથી પીછેહઠ કરી છે.

- Advertisement -

આ નિર્ણય સામે ઘણી મોટી અસર જોવા મળી અને ગૃહ વિભાગ સામે આંદોલનના પગલે હવે પ્રશાસન આ નિર્ણયને મોકૂફ કરે તેવી શક્યતાઓ છે. કેટલાક દિવસથી ચાલતા આંદોલનનો અંત આવી શકે છે. આ નિર્ણયથી આંદોલન પર ઉતરેલા જવાનો ફરીથી ફરજ પર પરત ફરશે. સુત્રો દ્વારા તો એવી પણ માહિતી છે કે, જે જવાનો પર નિયમભંગના ચાર્જ છે તેમને ફરજ પર પરત નહીં લેવામાં આવે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular