કોલકતા પોલીસે એક બાંગ્લાદેશી મોડેલની ધરપકડ કરી છે. જેની પાસેથી ભારતીય આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ અને રેશન કાર્ડ જેવા અનેક નકલી દસ્તાવેજો મળી આવ્યા છે. જે બાંગ્લાદેશના બારી સાલ જિલ્લાની રહેવાસી છે. જેની ઓળખ શાંતા પાલ તરીકે થઈ છે.
કોલકાતા પોલીસે એક મોટી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. જે અંતર્ગત પોલીસે એક બાંગ્લાદેશી મોડેલની ધરપકડ કરી છે. જેની પાસેથી કેટલાંક ભારતીય નકલી દસ્તાવેજો મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર શાંતા પાલને જાધવપુરના ગોલ્ફગ્રીન પોલીસ સ્ટેશન હેઠળના તેના ભાડાના ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સર્ચ દરમિયાન તેના રૂમમાંથી બે આધાર કાર્ડ, ભારતીય મતદાર ઓળખ કાર્ડ અને રેશન કાર્ડનો સમાવેશ થાય છે. તો કેટલાંક બાંગ્લાદેશી દસ્તાવેજો પણ મળી આવ્યા હતાં. જેમાં બાંગ્લાદેશી પાસપોર્ટ, ઢાંકાની માધ્યમિક શિક્ષણ પરીક્ષાનું પ્રવેશપત્ર અને રીઝલ્ટ એરવેઝનું ઓળખપત્ર મળી આવ્યું છે. પોલીસે તમામ દસ્તાવેજો જપ્ત કરીને તપાસ શરૂ કરી છે.
ગયા વર્ષે તેણીએ કોલકાતામાં એક ઘર ભાડે લીધું હતું ત્યારે એક યુવક પણ તેની સાથે રહેતો હતો. પોલીસે જણાવ્યું કે, તેનો પાસપોર્ટ અને વિઝા બન્નેની મુદત પૂર્ણ થઈ હતી. આમ છતાં તે ભારતમાં રહેતી હતી. તેણી બાંગ્લાદેશમાં અભિનેત્રી અને મોડેલ રહી ચૂકી છે. સોશિયલ મીડિયા પર તેના કેટલાંક પુરાવાઓ શાંતા પાલના નેટવર્ક અને ભારતમાં તેની હાજરીનું સાચું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. તેને ભારતીય દસ્તાવેજો કોના દ્વારા મળ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે તેમજ તેની સાથે રહેતાં પુરૂષની શોધખોળ કરવામાં આવી રહી છે.


