Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરના મઠફળીમાં જર્જરીત મકાનની છત તૂટી પડતા પ્રૌઢાનું મોત

Video : જામનગરના મઠફળીમાં જર્જરીત મકાનની છત તૂટી પડતા પ્રૌઢાનું મોત

ચોમાસાના વરસાદને કારણે બે માળના મકાનની છત તૂટી પડી : ફાયરના જવાનો દ્વારા મૃતદેહ બહાર કઢાયો

- Advertisement -

જામનગર શહેરમાં સેન્ટ્રલ બેંક પાસે આવેલા મઠ ફળી વિસ્તારમાં આજે સાંજના સમયે જર્જરીત મકાનની છત તૂટી પડતાં કાટમાળ હેઠળ દબાઇ ગયેલા પ્રૌઢાનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ કાટમાળ હેઠળથી પ્રૌઢાનો મૃતદેહ બહાર કાઢયો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના જૂના વિસ્તારોમાં અસંખ્ય મકાનો જર્જરીત હાલતમાં છે અને આવા મકાનધારકોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવે છે તેમ છતાં મકાન ધસી પડવાની ઘટનાઓ બનતી રહે છે. આવા જર્જરીત મકાનો ચોમાસા બાદ પડી જવાની ઘટનાઓ વધુ બને છે. હાલ ચોમાસુ શરૂ થઈ ગયું છે ત્યારે જામનગર શહેરના સેન્ટ્રલ બેંક પાસેના મઠ ફળી વિસ્તારમાં આજે સાંજે જર્જરીત મકાનની એક છત તૂટી અને પ્રથમ માળની છત ઉપર પડતા તે છત પણ તૂટી પડી હતી. જર્જરીત મકાનની છત તૂટી પડતા નાસભાગ મચી ગઇ હતી. બનાવની જાણ થતા જ કોર્પોરેટર કેતન નાખવા અને ધવલ નંદા સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતાં તેમજ ફાયર ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને કાટમાળ ખસેડવા જહેમત ઉઠાવી હતી.

- Advertisement -

દરમિયાન આ છતના કાટમાળ હેઠળ એક મહિલા દબાઈ ગઈ હોવાનું જણાતા ફાયર ટીમે કાટમાળ હટાવ્યો હતો અને આ કાટમાળ હેઠળથી સુનિતાબેન પ્રતાપભાઈ પાલા (ઉ.વ.51) નામના પ્રૌઢાનો મૃતદેહ બહાર કાઢયો હતો. પ્રૌઢાના મોતથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ફાયર ટીમે મૃતદેહ હોસ્પિટલ ખાતે મોકલી આગળની કામગીરી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular