Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરદ્વારકામાં વીજશોક લાગતા યુવાનનું અપમૃત્યુ

દ્વારકામાં વીજશોક લાગતા યુવાનનું અપમૃત્યુ

દ્વારકાની નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતો યુવાન ઈલેકટ્રીક બોર્ડમાં પ્લગ ભરાવા જતા શોક લાગતા બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા વાલાભાઈ મુરાભાઈ સુમાત નામના 49 વર્ષના ચારણ યુવાન પોતાના ઘરમાં આવેલા ઈલેક્ટ્રીકના બોર્ડમાં પ્લગ ભરાવવા જતા તેમને જોરદાર વિજ કરંટ લાગ્યો હતો. જેથી તેમને મૂર્છિત અવસ્થામાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ વિજાભાઈ હરિયાભાઈ સુમાતએ દ્વારકા પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular