જામનગરના રણજીતસાગર રોડ પરના વિસ્તારમાં રહેતાં પ્રૌઢ દ્વારકા દર્શનાર્થે ગયા હતાં તે દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, જામનગરના રણજીતસાગર રોડ પર રહેતાં જગદીશકુમાર ઉકાભાઈ ચાક નામના 53 વર્ષના આધેડ દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા, જ્યાં છાતીમાં દુ:ખાવો ઉપડતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પુત્ર વિપુલભાઈ જગદીશકુમાર ચાકએ દ્વારકા પોલીસને કરી છે.
બીજો બનાવ, ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં મૂળ નવસારી જિલ્લાના રહીશ એવા રમેશભાઈ અશોકભાઈ હળપતિ નામના 29 વર્ષના યુવાનને માછીમારીની બોટમાં જ હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ ઓખા મરીન પોલીસને કરવામાં આવી છે.