Monday, December 23, 2024
Homeરાજ્યહોટેલના ચોથા માળેથી પટકાતા બાળકીનું મોત, જુઓ હચમચાવી દે તેવા CCTV

હોટેલના ચોથા માળેથી પટકાતા બાળકીનું મોત, જુઓ હચમચાવી દે તેવા CCTV

બાળકી રૂમમાં રમતા રમતા બારીમાંથી નીચે પડી : માતા ફોનમાં વ્યસ્ત હોવાનું તારણ

- Advertisement -

રાજકોટના ગોંડલ રોડની પાઇનવિટા હોટેલના ચોથા માળે રૂમમાં રમી રહેલ બાળકી બારી માંથી નીચે પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાના હચમચાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે.  બાળકી રમતી હતી તે વેળાએ માતા ફોનમાં વ્યસ્ત હોવાનું પ્રાથમિક તારણ છે. પ્રાપ્ત વિગતો મુજબ આ બાળકીનું નામ નિત્યા છે. માતા માનસી અને નિત્યા મૂળ ઉનાના રહેવાસી છે. અને લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી રાજકોટ આવ્યા હતા.

- Advertisement -

 

- Advertisement -

રાજકોટ શહેરના ગોંડલ પર આવેલી પાઇનવિટા હોટેલના ચોથા માળે છોકરી રમતા રમતા રૂમ ની બારીમાંથી નીચે પડી ગઈ હતી. બાળકીને તુરંત રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન ગંભીર ઈજાઓના કારણે તેનું મોત થયું હતું. આજે બનેલી ઘટના દરેક માતા-પિતા માટે ચેતવણીરૂપ એક કિસ્સો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular