Friday, September 22, 2023
Homeરાજ્યહાલારખંભાળિયાના પાદરમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડયો

ખંભાળિયાના પાદરમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડયો

- Advertisement -

ખંભાળિયા શહેર નજીકના એક પુલિયા નીચેથી ગઈકાલે પોલીસને એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
ખંભાળિયા શહેરથી આશરે ત્રણ કિલોમીટર દૂર આવેલી આશાપુરા માઈનકેમ કંપનીની બાજુમાંથી પસાર થતાં એક નાળા પાસે અજાણ્યા યુવકનો મૃતદેહ પડ્યો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આથી પોલીસ સ્ટાફે ત્યાં દોડી જઈને મૃતદેહનો કબજો સંભાળી, પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. આશરે 40 વર્ષના કોઈ અજાણ્યા યુવાનનું જૂની બીમારી સબબ મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જે અંગે પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular