જામનગર સીટી-બી પોલીસે શહેરમાં થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલી એક શખ્સને રૂા. 60,000ની કિંમતના ઇલેકટ્રીક બાઇક સાથે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં સીટી-બી ડિવિઝનમાં બાઇક ચોરીનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં સીટી-બીના પીએસઆઇ ડી.એસ. વાઢેર સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક શખ્સ ડીકેવી નજીકથી ચોરાઉ ઇલેકટ્રીક મોટરસાયકલ સાથે નિકળ્યો હોવાની પોકો પ્રદિપસિંહ રાણા, વનરાજભાઇ ખવડ તથા હેકો ક્રિપાલસિંહ સોઢાને બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાની સૂચના અને ઇન્ચાર્જ પીઆઇના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.બી. ગજ્જર, પીએસઆઈ ડી.એસ.વાઢેર, એએસઆઈ હિતેશભાઈ ચાવડા, હેકો પ્રદયુમનસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ, સંજયભાઈ પરમાર, યુવરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, વિપુલભાઈ ગઢવી સહિતના સ્ટાફ દ્વારા ડીકેવી સર્કલ ખાતે વોચમાં રહેતા એક શખ્સ ઉપરોક્ત મોટરસાયકલ સાથે નિકળતાં તેની પૂછપરછ હાથ ધરતાં કાયદાથી સંઘર્ષિત કિશોર હોય, મોટરસાયકલ માં નંબર પ્લેટ ન હોય. તપાસ હાથ ધરતાં જીજે-10 ડીએલ-1564 નંબરની મોટરસાયકલ હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે કિશોરની પૂછપછર હાથ ધરતાં બે દિવસ પૂર્વે મિલન સોસાયટી, હરસિધ્ધિ ડેરીની સામે ઘરની બહારથી બાઇક ચોરી કરી હોવાનું જણાવતાં રૂા. 60,000ની કિંમતની ઇલેકટ્રીક મોટરસાયકલ કબજે કરી હતી.