અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાએ 12-18 વર્ષના બાળકો માટે તેની DNA આધારિત કોરોના રસી ZyCoV-D નું ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરી લીધું છે. અને હવે તેના ઈમરજન્સી યુઝ માટે મંજુરી મળી શકે છે.
કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં સોગંદનામ રજુ કર્યું છે. જેમાં કોર્ટને જણાવવામાં આવ્યું કે કે ઝાયડસ કેડિલાએ 12-18 વર્ષની વયના વર્ગ માટે તેની DNA આધારિત કોરોના રસી ZyCoV-Dનુ ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરી લીધુ છે. અને હવે તે ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ શકે છે. કેન્દ્ર સરકારે એફિડેવિટ રજુ કરતા જણાવ્યું છે કે કેડિલા દ્રારા તમામ સ્તરે પરીક્ષણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. અને સબંધિત વિભાગને તેની વિગતો મોકલી દેવામાં આવી છે. અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાની ડીએનએ રસી હવે કાનુની મંજૂરી મેળવવાની નજીક છે, તે નજીકના ભવિષ્યમાં 12-18 વર્ષની વય જૂથના બાળકો માટે ઉપલબ્ધ થઈ શકે છે.
અંતે ઉલ્લેખનીય છે કે 1 જુલાઈએ ઝાયડસ કેડિલા દ્રારા વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજુરી માંગવામાં આવી હતી. ત્યારે ગઈકાલના રોજ પણ સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજુ કરતા જણાવ્યું હતું કે રસીનું પરીક્ષણ પૂર્ણ થઇ ગયું છે. હવે તેની મંજુરીની રાહ જોવાઈ રહી છે.