હવે ઋષિકેશની સુંદરતા બમણી થવા જઇ રહી છે. આ યોગનગરીમાં કાચનો પુલ બનવા જઈ રહ્યો છે. ગંગાના બે કિનારાને જોડતો આ પુલ કાચનો બનશે. દેશનો આ પહેલો કાચનો પુલ હશે જેનો ઉપયોગ અવર-જવર માટે કરવામાં આવશે. બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ઋષિકેશનો કાચનો પુલ બનાવનાર પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર નવો પુલ જુલાઇ 2025 સુધીમાં તૈયાર થઇ જશે. ત્યારબાદ મુસાકરો પુલ પરથી મુસાફરી કરી શકશે. રામ અને લક્ષ્મણ ઝુલા વિના ઋષિકેશની સફર અધૂરી છે. રામ અને લક્ષ્મણના ઝૂલામાંથી ગંગાનો નજારો વધુ સુંદર લાગે છે. લક્ષ્મણ ઝૂલો છેલ્લા કેટલાક સમયથી બંધ છે, જેના કારણે પ્રવાસીઓ રામ ઝુલા પરથી પસાર થઇ શકે છે. ઋષિકેશમાં ગંગા નદી પર બનાવવામાં આવનાર કાચના પુલનું નામ બજરંગ સેતુ હશે. રામ અને લક્ષ્મણના નામ બાદ હનુમાનજીના નામ પર આ પુલ ત્રણ લેનમાં બનશે. પગપાળા માર્ગ તરીકે કાચનો પુલ બનાવવામાં આવી રલો છે. વચ્ચે એક સામાન્ય પુલ હશે જેની પરથી નાના વાહનો પસાર થઇ શકશે, જ્યારે ફરવા માટે કાચનો પુલ હશે.