ભારતમાં કોરોના વાયરસની લહેર ભલે ધીમી પડી હોય, પરંતુ ખતરો હજી પણ યથાવત છે. તાજેતરના રિપોર્ટ અનુસાર ઈન્દોરના સાત દર્દીઓમાં કોરોના વાયરસનો નવો વેરિએન્ટ એવાય.4 જોવા મળ્યો છે. દિલ્હીમાં આ દર્દીઓની જીનોમ સિક્વેંસિંગ કરવામાં આવી છે. તેમા નવા ઘાતક વેરિએન્ટની ખાતરી થઈ છે.
એવુ માનવામાં આવે છે કે આ ભૂતકાળમાં જોવા મળેલા ડેલ્ટા વેરિએન્ટ કરતા વધુ ઘાતક છે. ઈન્દોરમાં સપ્ટેમ્બર મહિનામાં સાત લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા, તેના સેમ્પલ 21 સપ્ટેમ્બરના રોજ જીનોમ સીક્વેંસિંગ માટે દિલ્હી મોકલવામાં આવ્યા હતા. દિલ્હીની એનસીડીસીએ જીનોમ સીક્વેંસિંગ રિપોર્ટ તાજેતરમાં જ સોંપી છે. તેમા આ દર્દીઓમાં એવાય.4 વેરિઅન્ટની પુષ્ટી થઈ છે.
હકિકતમાં બીજી લહેરમાં તબાહી મચાવનાર ડેલ્ટા વેરિએન્ટનો નવો સ્ટ્રેન છે. એવાય.4 સૌથી પહેલા મહારાષ્ટ્રમાં એપ્રીલમાં સામે આવ્યો હતો. રાહતની વાત એ છે કે, ઈન્દોરના જે સાત દર્દીઓમાં એવાય.4 વેરિએન્ટ મળ્યો છે તેઓ કોરોના સંક્રમણમાંથી બહાર આવી ચૂક્યા છે. ઈન્દોરમાં જે સાત લોકોમાં એવાય.4 જોવા મળ્યો છે તેમાથી બે ન્યૂ પલાસિયામાં, એકસ સમીપના જ ક્ષેત્રના દૂબેના બગીચામાં અને ત્રણ મહૂના રહેવાસી છે.