જામનગર શહેરના ખોડિયાર કોલોનીમાં આવેલી હોટલમાં નિંદ્રાધિન કુકનું અન્ય રસોયાએ રાત્રિના સમયે ગળુ દબાવી હત્યા નિપજાવ્યાના બનાવમાં સિટી સી ડીવીઝન પોલીસે હત્યારાને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ, જામનગરના ખોડિયાર કોલોનીમાં ગુરૂકૃપા હોટલ પાસે આવેલી રાધે કાઠીયાવાડી હોટલના સંચાલકે એક રસોયો હોવા છતાં વીનીત જગદીશ પટેલને રસોયા તરીકે હોટલમાં કામે રાખ્યો હતો. આ બાબત અગાઉથી જ હોટલના રસોયા તરીકે કામ કરતા તારુરામ ભીમારામ નાગરને ખટકતી હતી. જેથી ગત તા.10 ના રોજ રાત્રિના સમયે વીનિત નિંદ્રાધિન હતો તે દરમિયાન તારુરામે વીનિતને ગળેટૂંપો આપી હત્યા નિપજાવી નાશી ગયો હતો. ત્યારબાદ પીઆઈ એ.આર.ચૌધરી, પીએસઆઈ વી એ પરમાર, ડી પી ચુડાસા, હેકો ફૈઝલ ચાવડા, જાવેદભાઈ વજગોળ, નારણ સદાદિયા, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, યશપાલસિંહ જાડેજા, પો.કો. ખીમશીભાઈ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી રાજસ્થાનના વતની તારુરામ ભીમરામ નાગર (ઉ.વ.38) નામના હત્યારાને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.