પોપ્યુલર રીયાલીટી શો ખતરો કે ખિલાડી સીઝન 11 ટૂંક સમયમાં શરુ થશે. જેમાં બીગબોસ 14ના ત્રણ સ્પર્ધકો પણ દેખાશે. આ સિવાય પણ ટીવીના ઘણા પ્રખ્યાત ચહેરાઓ શો માં ભાગ લેશે. ડીરેક્ટર રોહિત શેટ્ટીના આ શો નું શુટિંગ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં થશે. ‘બિગ બોસ 14’ના સ્પર્ધકો નિક્કી તંબોલી, રાહુલ વૈદ્ય તથા અભિનવ શુક્લા આ શોમાં જોવા મળશે.
ખતરો કે ખિલાડી સીઝન 11માં 12 સ્પર્ધકો ફાઈનલ થઇ ચુક્યા છે જેમાં યે દિવ્યાંકા ત્રિપાઠી જે અગાઉ યે હૈ મહોબ્બતે, નચ બલિયે સીઝન 8માં જોવા મળી હતી. તેમજ ક્રાઈમ પેટ્રોલ ને હોસ્ટ કરી ચુકી છે.
બીગ બોસ 14ના રનર અપ રાહુલ વૈદ્ય હવે ખતરો કે ખિલાડીમાં જોવા મળશે. એવી ચર્ચાઓ છે કે આ શો માં રાહુલ સૌથી વધુ ફી વસુલશે.
આ સિવાય બિગબોસ 14માં ટોપ 3માં સ્થાન પામનાર નિકી તંબોલી પણ સ્ટંટ કરતી જોવા મળશે. થોડા દિવસ અગાઉ જ તેના ભાઈનું કોરોનાથી નિધન થયું હતું.
ફિટનેસ ફ્રીક અભિનવ શુક્લા આ પહેલાં ‘બિગ બોસ 14’માં પત્ની રૂબીના સાથે જોવા મળ્યો હતો. હવે આ શોમાં તે ભાગ લઇ રહ્યો છે.
અર્જુન બીજલાણી જે અગાઉ નાગિનમાં જોવા મળ્યો હતો તે પણ ખતરો કે ખિલાડીમાં જોવા મળશે.
ટીવી એક્ટર વિશાલ સિંહ ‘ચંદ્રગુપ્ત મૌર્ય’થી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ પહેલાં તે ‘નચ બલિયે 9’ તથા ‘બિગ બોસ 13’માં જોવા મળ્યો હતો.
સિંગર આસ્થા ગીલ પણ ખતરો કે ખિલાડીમાં જોવા મળશે
આ સીવાય અનુષ્કા સેન પણ ખતરો કે ખિલાડીમાં સૌથી નાની વયની સ્પર્ધક છે.
સના મકબુલ પણ આ શો માં દેખાશે. ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂ’ થી તેણી પ્રખ્યાત થઇ છે.
મહાભારતમાં ભગવાન કૃષ્ણની ભુમિકા નિભાવનાર સૌરભરાજ જૈન આ શોમાં જોવા મળશે.
વીજે, મોડલ તથા એથ્લેટ વરુણ સૂદ આ શોમાં જોવા મળશે. તે MTVના શો ‘એસ ઓફ સ્પેસ’માં અગાઉ જોવા મળ્યો હતો.
‘બિગ બોસ 5’ ફૅમ મહેક ચહલ પણ શોમાં જોવા મળશે.