પોલીસ કર્મચારીઓના ગ્રેડ પેનું આંદોલન આખરે સમેટાયુ છે.આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે 5સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. ડીજીપી આશિષ ભાટિયાએ આજે રોજ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે IPS બ્રિજેશ ઝા ની અધ્યક્ષતામાં સરકારે 5સભ્યોની સમિતીની રચના કરી છે. નાણા વિભાગના સેક્રેટરી તેના સભ્ય રહેશે. સમિતિમાં GAD, ગૃહવિભાગના ડેપ્યુટી સેક્રેટરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે કાયદા વિરુધ વર્તન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ આંદોલનને લઇને સોશિયલ મીડીયામાં ઉશ્કેરણી જનક પોસ્ટ રાખનાર 4 સખ્શો સામે સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જે પોલીસકર્મી ગેરશિસ્ત કરતાં હશે તેના વિરુધ પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસના તમામ મુદ્દાઓને ધ્યાને લેવામાં આવશે. અને સમિતિ રાજ્ય સરકારને રીપોર્ટ બનાવીને આપશે.
પોલીસ કર્મચારીઓના પરિવાજનોએ આજે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. જેનો સુખદ અંત આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ પરિવારજનોને ખાતરી આપી કે, અમારી સરકાર સકારાત્મક હોય અને આ અમારા પરિવારનો વિષય છે. તેથી પરિવારના રહીને પરિવારનો વિષય ઝડપથી ઉકેલીશું. ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ પરિવારો વચ્ચે લગભગ 20 થી 25 મિનીટ સુધી બેઠક ચાલી હતી. તેના બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગ્રેડ પે મામલે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. અને બાદમાં રાજ્ય પોલીસ વડા દ્વારા સમિતિ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.