Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકલેકટર-કમિશનર અને ડીડીઓ એ ચાર્જ સંભાળ્યો

કલેકટર-કમિશનર અને ડીડીઓ એ ચાર્જ સંભાળ્યો

કલેકટરે બુધવારે અને કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીએ આજે ચાર્જ સંભાળી જુદી જુદી શાખાઓની મુલાકાત લઇ પ્રાથમિક વિગતો મેળવી

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ આઈએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યાં હતાં. આ ઓર્ડરમાં જામનગરના કલેકટર રવિ શંકર અને મ્યુ.કમિશનર સતિષ પટેલ તથા ડીડીઓ સહિતના અધિકારીઓની બદલી થઈ હતી. જેમાં જામનગરના કલેકટર તરીકે ડો. સૌરભ પારઘી અને મ્યુનિસિપલ કમિશનર તરીકે વિજય ખરાડી તેમજ ડીડીઓ તરીકે મીહિર પટેલની નિમણૂંક કરવામાં આવી હતી. આ બદલીના આદેશો બાદ કલેકટર અને મ્યુ. કમિશનરે તેમનો ચાર્જ વિધિવત સંભાળી લીધો છે અને મુખ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રાથમિક વિગતો મેળવી હતી. બુધવારે કલેકટર સૌરભ પારઘી એ તેમનો ચાર્જ સંભાળ્યો હતો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આજે સવારે જામનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકે વિજય ખરાડી એ તેમનો ચાર્જ વિધિવત સંભાળ્યો હતો અને જુદી જુદી શાખાઓની મુલાકાત લઇ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કમિશનર વિજય ખરાડી સામે અનેક સમસ્યાઓ રહેલી છે જેમ કે, શાખાઓમાં થતા ભ્રષ્ટાચાર અટકાવવા અને સફાઈ, આડેધડ ખટકાઇ રહેલાં બાંધકામો, ટી.પી. સ્કીમ સહિતની શહેરની જુદી જુદી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં પદાધિકારીઓ સાથે સંકલન મહત્વનો ભાગ ભજવશે. આગામી કાર્યકાળમાં મ્યુ.કમિશનર કેવી કામગીરી કરે છે ? અને શહેરને કઇ દિશામાં લઇ જાય છે?

તેમજ જામનગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવેલ મીહિર પટેલે પણ આજે સવારે જામનગર જિલ્લા પંચાયત ખાતે આવ્યા હતાં અને તેમણે પોતાની જવબાદારી સંભાળી લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular