Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરમાતાના ઠપકાનું લાગી આવતા નવ વર્ષના બાળકની આત્મહત્યાથી અરેરાટી

માતાના ઠપકાનું લાગી આવતા નવ વર્ષના બાળકની આત્મહત્યાથી અરેરાટી

માતાએ આપેલા ઠપકાનું લાગી આવતા લક્કીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા: પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાીળ તપાસ : માતા-પિતા અને સંતાનો માટે ચેતવણીરૂપ કિસ્સો

- Advertisement -

જામનગર તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં રહેતાં પરપ્રાંતિય પરિવારના નવ વર્ષના બાળકનું તેની માતાએ બહાર રખડવા જવા બાબતે આપેલા ઠપકાનું લાગી આવતા ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના અરેરાટીજનકના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

માતા-પિતા માટે લાલબતી સમાન બનેલી ઘટનામાં મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના સેવઢા તાલુકાના થરેટ ગામના વતની અને હાલ જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-3 માં આવેલા પ્લોટ નંબર 4382 ના કારખાનામાં રહી મજૂરી કરતા પુજાબેન કોમલભાઈ જાટવ નામની મહિલાએ મંગળવારે તેના પુત્ર લક્કી કોમલભાઈ જાટવ (ઉ.વ.9) નામના બાળક બહાર રખડતો હોવાથી તેને બહાર રખડવા ન જવા માટે ઠપકો આપ્યો હતો. લક્કીને આ ઠપકાનું મનમાં લાગી આવતા બપોરના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બાળકને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની માતા પુજાબેન દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલના ડિજીટલ યુગમાં બાળકોને તેમના માતા-પિતાઓ કે પરિવારજનો દ્વારા કોઇપણ બાબતે ઠપકો અપાતા માસુમ બાળકો જિંદગીનો અંત આણી લ્યે છે. આવા બનાવો સમગ્ર દેશભરમાં બની રહ્યા છે ત્યારે જામનગરમાં શ્રમિક પરિવારના માસુમ બાળકે આત્મહત્યા કર્યાની ઘટના તેની માતાએ આક્રંદ સાથે વર્ણવી હતી. જેમાં લક્કી આખો દિવસ બહાર રખડતો હતો. અને બાળક બહાર વધુ ન રખડે તે માટે માતાએ માત્ર સામાન્ય ઠપકો જ આપ્યો હતો. પરંતુ બાળકે આ ઠપકાને લઇને જિંદગી ટૂંકાવી હતી. જેથી દુ:ખી માતાના અફસોસનો પાર રહ્યો ન હતો. દરેડમાં બનેલી આ ઘટનાએ સમગ્ર હાલારમાં અરેરાટી ફેલાવી દીધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular