- Advertisement -
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજરોજ સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવશે અને પુરગ્રસ્ત વિસ્તારોનું હોય હવાઈ નિરીક્ષણ કરશે.
આ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ગાંધીનગરથી હવાઈ માર્ગે નીકળી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજરોજ સાંજે આશરે ચાર વાગ્યે જામનગર એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી દ્વારકા નજીક કુરંગા ગામે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપની ખાતે પહોંચ્યા બાદ દ્વારકા તેમજ કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના કારણે પુર અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યાર બાદ તેઓ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સાથે તેમજ ત્યાર બાદ અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી અને વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા-વિચારણા કરી અને ઘડી કંપની ખાતે રિવ્યૂ મીટીંગ યોજીને જરૂરી સલાહ સૂચન તેમજ માર્ગદર્શન આપશે.
કુરંગા હેલીપેડ ખાતેથી સાંજે આશરે પોણા છ વાગ્યે તેઓ પ્રયાણ કરી અને જામનગર થઈ અમદાવાદ તરફ જવા રવાના થશે. આ મુલાકાત માટે જિલ્લા પ્રશાસન તેમજ સંગઠન ટીમ દ્વારા જરૂરી વ્યવસ્થા તેમજ બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે.
- Advertisement -