સુરતમાં આજે મુખ્યમંત્રી હર ઘર તિરંગા કાર્યક્રમને લોન્ચ કરે તે પહેલા સુરત દેશ ભક્તિના રંગમાં રંગાઇ ગયું હતું. લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં હજારો લોકો હાથમાં તિરંગો લઈ આવી ગયા હતાં. દેશ ભક્તિના ગીત સાથે લોકો તિરંગો લહેરવતા જોવા મળ્યા હતા. આ કાર્યકમમાં સુરતમાં વસતા વિવિધ પ્રાંતના લોકો તેમના પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા.
સુરત ખાતે હળદર તિરંગાનું ગીત લોન્ચ કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતમાં હર ઘર તિરંગા હેઠળ એક કરોડ અને સંસ્થાઓમાં તિરંગો ફરકાવવામાં આવે તેવું આહવાન કર્યો હતો. ત્યારબાદ પદયાત્રા શરૂ થઈ તેમાં વરસાદ શરૂ થયો હોવા છતાં હજારો લોકો પદયાત્રામાં યથાવત જોવા મળ્યા હતા. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે હર ઘર તિરંગા ગીત લોન્ચિંગ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું હતું.
આપ આ પ્રસંગે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે લોકોને અપીલ કરી હતી કે તિરંગો ભેટમાં લેવાને બદલે પોતાની બચતમાંથી ખરીદે તે જરૂરી છે. સોંગ લોન્ચ કર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સુરત આમ તો ખાણીપીણી માટે જાણીતું છે પરંતુ આજે હજારો સુરતીઓ આ તિરંગા યાત્રામાં જોડાઈને તેમની સાચી દેશભક્તિ બતાવી છે. તેઓએ કહ્યું હતું કે 13 થી 15 ઓગસ્ટ દરમિયાન યોજનારા હરગર તિરંગા કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાં એક લાખ સ્થળોએ તિરંગો લહેરાતો જોવા મળશે.