જામ્યુકોની ફૂડ શાખા દ્વારા વિવિધ પેઢીઓમાં અને હોટલોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં લીમડાલાઈનમાં પ્રસાદમ રેસ્ટોરન્ટમાંથી લોટ, મન્ચ્યુરિયન વાસી જણાતા સ્થળ પર નાશ કરાયો હતો.
જામગનર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સુચના હેઠળ ફૂડ શાખાના એફએસઓની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોની 40 જેટલી પેઢીઓમાં તપાસ તથા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં નાગનાથ ગેઈટ, ગુલાબનગર, ખોડિયાર કોલોની, દિગ્જામ સર્કલ, રણજીતસાગર રોડ, સેટેલાઈટ, રેલવે સ્ટેશન, પીએન માર્ગ, અંબર સિનેમા, સામે, પટેલ કોલોની જેવા વિસ્તારની પેઢીમાં સાફ સફાઈ રાખવા અને સ્વચ્છતા જાળવવી, હાઈજેનિક કંડીકશન મેઈન્ટેઈન કરવી, ખાદ્ય પદાર્થ ઢાંકીને, એકસપાયરી ડેટ મેન્ટેન કરવી, પસ્તીનો ઉપયોગ ન કરવા, લેબલ વ્યવસ્થિત લગાવવા અંગે તાકીદ કરવામાં આવી હતી તથા હાઈકોર્ટ ઓફ ગુજરાતની રિટ પીટીશન અન્વયે ડિસ્ટ્રીકટ લીવલ સર્વિસ ઓથોરિીટ જજ તથા સ્ટાફ સાથે રહી સ્લોટર હાઉસ તથા મીટ/ચિકન શોપની રૂબરૂ મુલાકાત લઇ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
તેમજ લીમડાલાઈનમાં આવેલ પ્રસાદમ રેસ્ટોરન્ટમાંથી 200 ગ્રામ લોટ 1.5 કિલો ઢોકળા, 500 ગ્રામ મન્ચુરિયન વાસી (અખાદ્ય) જણાતા સ્થળ પર નાશ કર્યો હતો.