Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયવિશ્વમાં સૌથી સસ્તું પેટ્રોલ મળે છે આ જગ્યાએ, કિંમત રૂ.1.45 પ્રતિ લીટર

વિશ્વમાં સૌથી સસ્તું પેટ્રોલ મળે છે આ જગ્યાએ, કિંમત રૂ.1.45 પ્રતિ લીટર

સૌથી મોંઘુ પેટ્રોલ મળે છે હોંગકોંગમાં 1 લીટરની કિંમત રૂ.165

- Advertisement -

દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતોના ભાવ આસમાને પહોચ્યા છે. ત્યારે વિશ્વના અમુક દેશો એવા છે કે જ્યાં પાણીના ભાવ કરતા પણ પેટ્રોલ સસ્તી કિંમતમાં મળે છે. વિશ્વમાં સૌથી સસ્તું પેટ્રોલ વેનેઝુએલામાંમાં મળે છે. જેની કિંમત છે માત્ર 1.45 રૂપિયા. બે વર્ષ અગાઉ અહીં માત્ર 67 પૈસામાં પેટ્રોલ વહેચાઈ રહ્યું હતું. જયારે સૌથી મોંઘુ પેટ્રોલ મળે છે હોંગકોંગમાં રૂ.165 પ્રતિ લીટરના ભાવે પેટ્રોલ મળે છે.

- Advertisement -

ગંભીર આર્થીક સંકટમાં સંકળાયેલા દેશમાં વેનેઝુએલાનું નામ આવે છે. છતાં પણ દુનિયામાં સૌથી સસ્તું પેટ્રોલ અહિયાં મળે છે. આ દેશમાં પૃથ્વી પર તેલનો સૌથી મોટો ભંડાર છે અને અર્થવ્યવસ્થા તૂટી હોવા છતાં, અહીંની સરકાર બળતણ પર સબસિડી આપે છે. વેનેઝુએલા બાદ બીજો ક્રમ આવે છે ઈરાનનો કે જ્યાં  1લીટર પેટ્રોલની કિંમત છે માત્ર 4.50 રૂપિયા. આ સિવાય એંગોલામાં પેટ્રોલ પણ સસ્તું છે. અહીં એક લિટર પેટ્રોલ માટે 17.82 રૂપિયા ચૂકવવા પડે છે.કુવૈતમાં એક લિટર પેટ્રોલની કિંમત 25.26 રૂપિયા છે.

નાઇઝીરિયામાં 23.70 રૂપિયા પ્રતિ લીટર, , મલેશિયામાં 26.21 રૂપિયે પ્રતિ લીટર, અલ્જીરિયામાં 27.01 રૂપિયા પ્રતિ લીટર તો ઝિમ્બાબ્વેમાં 28.41 રૂપિયે પ્રતિ લીટર તુર્કમેનિસ્તાનમાં 32.27 રૂપિયે લીટર, કજાકિસ્તાનમાં 33.02 રૂપિયા પ્રતિ લીટર, અફઘાનિસ્તાનમાં 34.28 રૂપિયા પ્રતિ લીટર અને પાકિસ્તાનમાં 34.53 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ મળે છે.

- Advertisement -

વિશ્વમાં સૌથી મોંઘુ પેટ્રોલ મળતું હોય તેવી જગ્યાએ છે હોંગકોંગ કે જ્યાં 165 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ મળે છે. આ સિવાય પણ નેધરલેન્ડમાં 128.75 રૂપિયમાં, નોર્વેમાં 127.86 રૂપિયામાં, આઇલેન્ડમાં 120.14 રૂપિયામાં, માલ્ટામાં 120.07 રૂપિયામાં ડેનમાર્કમાં 119.54 રૂપિયામાં મળી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular