રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૫.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૦૬૦.૮૭ સામે ૫૬૪૨૯.૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૬૪૧૨.૬૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૪૧.૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૪.૮૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૬૯૭૫.૯૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૧૩૫.૨૫ સામે ૧૬૯૨૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૯૨૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૩.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૫.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૦૮૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. એલઆઈસી ઓફ ઈન્ડિયાનો રૂ.૨૧,૦૦૦ કરોડનો મેગા આઈપીઓ ૪,મે ૨૦૨૨ના ખુલતાં પૂર્વે મૂડી બજાર નિયામક તંત્ર સેબી દ્વારા ક્લાયન્ટ લેવલે અલગ અલગ માર્જિન ક્લિયરીંગ કોર્પોરેશનમાં ફરજિયાત બનાવી આજરોજ ૨ મે ૨૦૨૨થી અમલ કરવાનું જાહેર થયાના અહેવાલ વચ્ચે આજે ભારતીય શેરબજારમાં સાવચેતી જોવા મળી હતી. ચાઈનામાં કોરોનાના ફરી વધતાં ઉપદ્રવ પાછળ લોકડાઉન લંબાવવામાં આવતાં સપ્લાય ચેઈન ખોરવાઈ રહી હોઈ ફયુલની માંગમાં ઘટાડા અને વૈશ્વિક ઔદ્યોગિક – આર્થિક મંદીની પરિસ્થિતિ વકરવાની શકયતા અને બીજી તરફ વધી રહેલા ફુગાવા – મોંઘવારીની સતત નેગેટીવ અસરે વૈશ્વિક બજારોમાં ઘટાડો નોંધાતા ભારતીય શેરબજારમાં પણ ઉછાળે જોવા મળી હતી.
અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડસમાં વધારાને કારણે ભારતીય શેરબજારમાથી સતત મૂડીનો આઉટફલોઝ જોવા મળી રહ્યો છે. વિશ્વ બજારમાં વ્યાજ દરોમાં વધારો થવાની ભીતિએ ઈક્વિટીઝ જેવી જોખમી બજારોમાંથી નાણાં પાછી ખેંચી લેવાની નેગેટિવ અસરે અસરે આજે કંઝ્યુમર ડ્યુરેબ્લસ, ટેલિકોમ, આઇટી શેરોમાં ફંડોના હેમરીંગ સાથે ઓટો, ટેક, કેપિટલ ગુડ્સ શેરો તેમજ સીડીજીએસ, હેલ્થકેર અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં ફંડોના ઓફલોડિંગે બીએસઇ સેન્સેક્સ ૮૫ પોઈન્ટ ઘટીને અને નિફટી ફ્યુચર ૫૫ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૦.૦૦ લાખ કરોડ ઘટીને રૂ.૦૦૦.૦૦ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબ્લસ, ટેલિકોમ, આઇટી, ઓટો, ટેક, કેપિટલ ગુડ્સ, સીડીજીએસ, હેલ્થકેર અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૨૭ અને વધનારની સંખ્યા ૧૨૩૭ રહી હતી, ૧૮૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, નવા નાણાંકીય વર્ષ ૨૦૨૨ના પ્રથમ મહિમામાં વિદેશી રોકાણકારોની ભારતીય શેરબજારમાં અંદાજીત રૂ.૪૦,૬૫૨.૭૧ કરોડની વેચવાલી કરી છે, જે સતત સાતમાં મહિને આઉટફ્લો દર્શાવે છે અને તે વર્ષ ૨૦૦૮ની વૈશ્વિક કટોકટી બાદ સૌથી લાંબા સમય સુધી ચાલુ રહેલી વેચવાલી છે. સ્થાનિક અને વિદેશી નકારાત્મક સંકેતો વચ્ચે એપ્રિલમાં ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીમાં અનુક્રમે ૨.૬% અને ૨.૧%નો ઘટાડો નોંધાયો છે. તો બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ પણ ૧.૧%, સ્મોલકેપ ૨% અને લાર્જકેપ ઇન્ડેક્સ ૦.૪૫% તૂટયા છે. વિદેશી રોકાણકારોએ એપ્રિલમાં કુલ રૂ.૪૦,૬૫૨.૭૧ કરોડના શેર વેચતા સતત સાતમાં મહિને આઉટફ્લો નોંધાયો છે. તો બીજી બાજુ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ.૨૯,૮૬૯.૫૨ કરોડનું નવુ રોકાણ કર્યુ છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૧ના છેલ્લા મહિનાથી શરૂ થયેલી અફડાતફડીમાં વિદેશી રોકાણકારો દરેક ઉછાળે ભારતીય શેરબજારમાં વેચવાલી કરી રહ્યાં છે.
ઓક્ટોબર ૨૦૨૧થી એપ્રિલ ૨૦૨૨ સુધીના છેલ્લા સાત મહિનામાં સતત વેચવાલ રહેલા વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી રેકોર્ડ ૨૨ અબજ ડોલર કે લગભગ રૂ.૧.૭ લાખ કરોડ પાછા ખેંચ્યા છે. આ પહેલા વિદેશી રોકાણકારોએ વર્ષ ૨૦૦૮માં મે થી નવેમ્બર દરમિયાન સતત સાત મહિના વેચવાલી કરી હતી ત્યારે ૧૦ અબજ ડોલરનો આઉટફ્લો નોંધાયો હતો, જેના પગલે તે સમયે સેન્સેક્સ ૫૦%તૂટયો હતો. જો કે હાલ પરિસ્થિતિ થોડીંક સારી છે કારણ કે વિદેશી રોકાણકારોની રેકોર્ડ વેચવાલી વચ્ચે પણ સેન્સેક્સ – નિફ્ટી તેમના ઓલટાઇમ હાઇ લેવલથી માત્ર ૭.૪% જ નીચે છે. આમ થવા પાછળ વર્ષ ૨૦૦૮થી તદ્દન વિપરીત વ્યક્તિગત રોકાણકારો અને સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં જંગી મૂડી ઠાલવી છે જેનાથી એફપીઆઇના આઉટફ્લોની મહદંશે ભરપાઇ થઇ અને માર્કેટમાં ઘટાડો મર્યાદિત રહ્યો છે.
તા.૦૪.૦૫.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૦૨.૦૫.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૦૮૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૦૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૬૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૭૧૦૭ પોઈન્ટ થી ૧૭૧૭૭ પોઈન્ટ, ૧૭૨૦૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૨.૦૫.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૬૨૦૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૦૦૬ પોઈન્ટના પ્રથમ અને ૩૫૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૩૭૩ પોઈન્ટ થી ૩૬૪૦૪ પોઈન્ટ, ૩૬૪૭૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૩૬૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- એસીસી લિમિટેડ (૨૩૫૨) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૩૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૩૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૩૬૭ થી રૂ.૨૩૭૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૩૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- કોટક બેન્ક ( ૧૭૭૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૯૩ થી રૂ.૧૮૦૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ટેક મહિન્દ્ર ( ૧૨૩૬ ) :- રૂ.૧૨૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૦૮ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૫૩ થી રૂ.૧૨૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- ટાટા કેમિકલ્સ ( ૧૦૪૧ ) :- કોમોડિટી કેમિકલ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૬૩ થી રૂ.૧૦૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અમર રાજા બેટરીઝ ( ૫૫૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૩૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેટરી – ઓટોમોબાઈલ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૭૩ થી રૂ.૫૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૭૮૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરીઝ & માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૭૬૩ થી રૂ.૨૭૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૬૮૦ ) :- રૂ.૧૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૬૩ થી રૂ.૧૬૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- સન ફાર્મા ( ૯૨૫ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૪૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૦૯ થી રૂ.૮૯૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૭૪૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૫૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૨૭ થી રૂ.૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- જિંદાલ સ્ટીલ ( ૫૩૬ ) :- રૂ.૫૫૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૬૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૧૬ થી રૂ.૫૦૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )