Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમોટા થાવરિયા ગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

મોટા થાવરિયા ગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

ચાંદીબજારમાંથી રોકડ અને દાગીના સાથે તસ્કર ગેંગ ઝડપાઇ : ત્રણ મહિલા અને બે તરૂણ સહિત સાત શખ્સો ઝબ્બે : એલસીબી દ્વારા ભેદ ઉકેલાયો

- Advertisement -

જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાં 10 દિવસ બંધ રહેલા મકાનમાંથી થયેલી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરીના બનાવમાં એલસીબીની ટીમે ત્રણ મહિલા અને બે તરૂણ સહિત સાત શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી એક રીક્ષા, દાગીના અને રોકડ મળી કુલ રૂા.2,93,200 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાં રહેતાં નિતેશ જાગાણી નામના યુવાનનું 28 ઓકટોબરથી 7 નવેમ્બર દરમિયાન બંધ રહેલા રહેણાંક મકાનમાં અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને દરવાજાના તાળા તોડી રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી રૂા.77,500 ના માલમતા ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન એલસીબીના કિશોરભાઈ પરમાર, ઘનશ્યામ ડેરવાડિયા, વનરાજ મકવાણા અને ધાના મોરીને મળેલી સંયુકત બાતમીના આધારે તસ્કર ગેંગ જામનગર શહેરમાં ચાંદીબજાર પાસે આવવાની હોવાથી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

દરમિયાન ચાંદીબજાર વિસ્તારમાંથી બાતમી મુજબની તસ્કર ગેંગ નજરે પડતા એલસીબીની ટીમે રોહિત રાજુ મકવાણા (જામનગર), પિયુષ ઉર્ફે જમનાદાસ જગડા (રાજકોટ, ચોરીનો મુદ્દામાલ રાખનાર), સંગીતાબેન ઉર્ફે ભુરી રાજુ મરાઠી (જામનગર), લક્ષ્મીબેન ઉર્ફે લખી મુકેશ જખારિયા (જામનગર), અનસુયાબેન ઉપેન્દ્ર મુખરજી (જામનગર) અને બે તરૂણ સહિત સાત શખ્સોને આંતરીને તલાસી લેતા તેમના કબ્જામાંથી સોનાના દાગીના, વીંટી, પેન્ડલ, ઓમકાર, ચેઈન મળી કુલ રૂા.1,49,200 ની કિંમતના 33 ગ્રામ અને રૂા.15000 ની કિંમતના ચાંદીના 287 ગ્રામના દાગીના તથા રૂા.29 હજારની રોકડ રકમ સહિત કુલ રૂા.1,93,200 ની માલમતા કબ્જે કરી હતી તેમજ રૂા.1 લાખની કિંમતની જીજે-10-ટીડબલ્યુ-7619 નંબરની ઓટો રીક્ષા મળી કુલ રૂા.2,93,200 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા મોટા થાવરિયામાં ચોરી આચરી હોવાની કેફીયતના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular