Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયપીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સુપ્રિમકોર્ટ પહોંચ્યો

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સુપ્રિમકોર્ટ પહોંચ્યો

- Advertisement -

પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં થયેલી મોટી ચૂકના મામલાએ રાજકીય તોફાન સર્જયુ છે.હવે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મામલાની ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ સુનાવણી અંગે નિર્ણય થઈ શકે છે.સિનિયર એડવોકેટે આ મામલા સાથે જોડાયેલી જાહેર હીતની અરજી દાખલ કરીને માંગ કરી છે કે, પંજાબ સરકારને સુપ્રીમ કોર્ટ યોગ્ય સૂચના આપે અને જવાબદાર લોકો સામે આકરા પગલા લેવા માટે આદેશ આપે.

- Advertisement -

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકના મામલે હવે પંજાબ સરકાર પણ એક્શનમાં આવી છે અને તપાસ માટે એક હાઈ લેવલ કમિટિ બનાવી છે.કમિટી દ્વારા ત્રણ દિવસમાં સમગ્ર મામલા અંગે અહેવાલ સુપરત કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular