Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરનાની માટલીમાંથી ગડર ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

નાની માટલીમાંથી ગડર ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

પંચ એ પોલીસે ગડર સાથે શખ્સને દબોચ્યો

- Advertisement -

જામનગર તાલુકાના નાની માટલી ગામની સીમમાં આવેલી પવનચકકી સાઈટ પરથી એક લાખની કિંમતની લોખંડની ગડર અજાણ્યા તસ્કર ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ જામનગરા શખસને ઝડપી લઇ ગડર કબ્જે કર્યા હતાં.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના નાની માટલી ગામની સીમમાં આવેલી પાયોનીયર વીન્ડકોન કંપનીની સિલ્વર પ્રોટિન પવનચકકી લોકેશન નંબર 9 પરથી અજાણ્યા તસ્કરો એક લાખની કિંમતના લોખંડના ગડરો ચોરી કરી ગયા હતાં. કંપનીના હસમુખભાઈ દ્વારા આ ચોરીની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ જે.પી. સોઢા, હેકો. એન.કે. ઝાલા, આર.એમ. જાડેજા, જે.વી. જાડેજા, આર.જે. જાડેજા, પો.કો. દિવ્યરાજસિંહ જાડેજા, કમલેશ ખીમાણિયા, જયદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે જામનગરના શંકરટેકરીમાં રહેતાં અયાઝ ઉર્ફે એઝાજ રાજમામદ માંધરા નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.1 લાખની કિંમતના 9 નંગ ગડર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular