જામનગર શહેરમાં સિટી એ ડીવીઝન પોલીસે થોડાં દિવસ પહેલાં 45 મિનિટના સમય દરમિયાન ડેકીમાંથી રૂા.2.27 લાખની રોકડ ચોરીના બનાવમાં જામનગરના જ એક શખ્સને દબોચી લઇ રોકડ રકમ કબ્જે કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાંથી થોડા દિવસ પહેલાં સ્કુટરની ડેકીમાંથી થયેલી રોકડ ચોરીના તસ્કર અંગેની હેકો દેવાયત કાંબરિયા અને પો.કો. યોગેન્દ્રસિંહ સોઢા, ખોડુભા જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા, હેકો દેવાયતભાઈ કાંબરિયા, મહિપાલસિંહ જાડેજા, ઓસમાણ સુમરા, જીતેન્દ્રસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, સુનિલભાઈ ડેર, પો.કો. પ્રવિણભાઈ પરમાર, રવિરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, શિવરાજસિંહ રાઠોડ, કનુભા જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા, શૈલેષ ઠાકરિયા તથા મહેન્દ્રભાઈ પરમાર સહિતના સ્ટાફે એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેથી પિન્ટુ ઉર્ફે ભોલો પ્રેમશંકર શર્મા નામના ઉત્તર પ્રદેશના શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસ દ્વારા પીન્ટુની તલાસી લેતા રૂા.2,27,000 મળી આવતા રોકડ કબ્જે કરી તસ્કરની ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછ આરંભી હતી.