હવામન વિભાગે કરેલી આગાહી મુજબ સૌરાષ્ટ્ર સહીત ગુજરાતભરમાં આજે સારવારથી મેઘરાજાનું આગમન થયું છે. ત્યારે રાજકોટ સહીત આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વિસ્તારથી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે.
ગોંડલના વાસાવડ ગામે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર 5 ઇંચ વરસાદ વરસતા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભારે વરસાદના પરિણામે ગોંડલના ઉમવાળા, લાલપુલ, ખોડિયારનગર સહિતના અંડરબ્રિજમાં કેડ સમા પાણી ભરાયા છે.ખોડિયારનગર પુલ પાસે એક કાર વોકળામાં ફસાઈ છે. જેનો વિડીઓ સામે આવ્યો છે.