જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતો પરિવાર આજે વહેલીસવારે ધુંવાવ પાસેથી કારમાં પસાર થતો હતો ત્યારે ચાલકે કાબુ ગુમાવતા કાર પુલ નીચે ખાબકતા ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતો પરિવાર આજે સવારે તેની કારમાં રાજકોટથી જામનગર પરત આવી રહ્યો હતો ત્યારે ધુંવાવ ગામ નજીક આવેલા પુલ પાસે પહોંચ્યા ત્યારે ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પૂલ નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં પરિવારના ત્રણ સભ્યોને નાની મોટી ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઈ ઈજાગ્રસ્તના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.