જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર સોયલ ટોલનાકા નજીક ધ્રાંગડા પાટીયા પાસેથી પસાર થતી રીક્ષાને પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે ઠોકર મારતા પ્રૌઢ સહિતના વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતાં રમેશભાઈ રાઠોડ (ઉ.વ.55) નામના મજૂરી કામ કરતા પ્રૌઢ ગત તા.16 ના રોજ બપોરના સમયે ધ્રોલથી ફલ્લા જીજે-10-ટીઝેડ-0951 નંબરની સીએનજી રીક્ષામાં બેસીને પરત આવી રહ્યા હતાં તે દરમિયાન જામનગર-રાજકોટ હાઈ-વે પર સોયલ ટોલનાકાથી થોડે આગળ પહોંચ્યા ત્યારે પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલી જીજે-07-ડીડી-3678 નંબરની કારના ચાલકે રીક્ષાને પાછળથી ઠોકર મારતા રીક્ષામાં બેસેલા રમેશભાઈ પ્રૌઢને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક કાર મૂકી પલાયન થઈ ગયયો હતો. ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો કે.ડી. કામરીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.