સોશિયલ મીડિયા માં એક વિડિઓ વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોપટ મોબાઇલ લઈને ઉડે છે. અને મોબાઈલમાં કેમેરો ચાલુ રહી જતાં શહેર નો સુંદર વિડિઓ કેમેરામાં કેપ્ચર થયો છે. આ વીડિયો ક્યાંનો છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. એક યુઝરે આ વીડિયો અપલોડ કર્યો છે. વિડિઓમાં જોઈ શકાય છે કે પોપટ મોબાઈલ લઈને 1.45 મિનિટ સુધી ઉડે છે અને સુંદર દ્રશ્યો રેકોર્ડ થાય છે.